પાલીતાણા ખાતે વીજ કર્મચારીઓને સેફટી અંગેની ફિલ્મ સીડી દર્શાવાઈ

727
bvn21122017-4.jpg

પાલીતાણામાં આવેલ પટેલ બોર્ડીંગ ખાતે પાલીતાણા પીજીવીસીએલના લાઈન સ્ટાફને બોલાવી સેફ્ટી વીક ચાલી રહ્યું છે ત્યારે કંપની દ્વારા બનાવવામાં આવેલ સેફ્ટી ફિલ્મ સીડી બતાવવામાં આવી. જેમાં ચાલુ લાઈને શું કાળજી લેવી અને સેફટી કીટ યુઝ કરવી અને ક્યાં કઈ સેફટી રાખવી તેનું માર્ગદર્શન આ ફિલ્મ સીડી દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણા પીજીવીસીએલના કર્મચારીઓ મોટીસંખ્યામાં જોડાયા હતા અને આ સેફટી સીડીને જોઈને તે નિયમોને પાલીતાણા પીજીવીસીએલ સ્ટાફના લોકો નિયમોને લાગુ કરશે અને સેફટી કીટનું પણ યુજ કરશે તેવું જાણવામાં આવ્યું હતું કે સ્ટાફને કઈ કાળજી લેવી અને અકસ્માતને નિવારી શકાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમમાં પી.જી. પારેખ એજ્યુકેટીવ એન્જિનિયર તેમજ ટાઉન જુનિયર એન્જિનીયર રાઠવા તેમજ પાલીતાણા ટાઉનનો સ્ટાફ જોડાયો હતો.

Previous articleઉર્જા બચત સપ્તાહ નિમિત્તે રેલી
Next articleરાજુલાનાં ધારાસભ્ય અંબરીશ ડેરના જન્મ દિવસની ઉજવણી