જમ્મૂના પુલવામામાં હુમલા બાદ બ્રિટેન સરકાર દ્વારા ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ભારતમાં ટ્રાવેલને લઈને બ્રિટેન સરકારે સૂચના આપી છે. બ્રિટેને પોતાના નાગરિકોને જમ્મૂના કેટલાક વિસ્તારોમાં પ્રવાસ ન કરવાની સૂચના આપી છે. પહલગામ, ગુલમર્ગ અને સોનમર્ગ પ્રવાસી સ્થળો પર નાગરિકોને ન જવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે વાઘા, જમ્મુ શહેર અને લદ્દાખમાં પ્રવાસ માટે લીલી ઝંડી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામામાં ઝ્રઇઁહ્લના જવાનો પર આતંકીઓ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામામાં ઝ્રઇઁહ્લ જવાનો પર થયેલા આ આંતકી હુમલો પહેલી વખત નથી. એક વર્ષ પહેલા ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ના આંતકીવાદીઓએ પુલવામાં પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આંતકવાદીઓએ ઝ્રઇઁહ્લના શિબિર પર હુમલો કરવા કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જવાનોની સતર્કતાને કારણે તેઓ સફળ ના થયા.