પુલવામા આતંકી હુમલાના વિરોધમાં બરવાળા વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

879

બરવાળા શહેર ખાતે આજે સવારથી જ તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી વીરશહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરના પુલવામા  સી.આર.પી.એફ.ના કોનવે ને નિશાન બનાવી આતંકિઓએ જવાનો ઉપર આત્મઘાતી હુમલો કરતા ભારતિય સેના સી.આર.પી.એફ.ના ૪૪ જેટલા જવાનો વીરગતીને પામ્યા છે તેમજ અન્ય જવાનો ગંભીર રીતે ઘવાયા હતા જે બનાવને પગલે સમગ્ર દેશમાં ગમગીની પ્રસરી જવા પામી છે સાથે સાથે લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે ત્યારે બરવાળા શહેરમાં પુલવામા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોની યાદમાં તમામ વેપારીઓએ સ્વયંભુ સજ્જડ બંધ રાખી આતંકી હુમલાનો વિરોધ નોંધવી વીરશહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Previous articleરાણપુરમાં વિશ્વકર્મા જયંતિ ઉજવણી સાથે શહીદોને શ્રધ્ધાંજલિ અપાઈ
Next articleસિહોર મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢી શ્રધ્ધાંજલિ અપાઈ