તા.૧૮-૦૨-ર૦૧૯ થી ૨૪-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1165

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અકલ્પીત સમસ્યા સાથે કાર્યભારમા પણ વૃધ્ધી આપે છે. તેથી માનસીક એકાગ્રતા કેળવવી જરૂરરી છે. મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ કરવા જરૂરી છે તેમ છતાં અગીયારમા સ્થાનમાં સુર્યગ્રહનું ભ્રમણ આત્મવિશ્વાસ અને કાર્ય સફળતા આપી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં નીરાકરણ મળી  શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પરિસ્થિતી જળવાઈ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી ચિંતાનું આવરણ મળી શકે છે. સંતાનોના પ્રશ્નોમાં સંપૂર્ણ વર્ષ મહત્વના નિર્ણયોમાં ધ્યાન રાખવુ જરૂરી બનશે. આપના માટે બુધવારના વ્રત અને રાહુગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો કપરો સમય અને મંગળ બંધનયોગ વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ આપે છે તેથી આવેશ ઉશ્કેરાટથી દુર રહીને ધીરજ કેળવવી જરૂરી છે. વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ પણ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે.  પત્ની ભાગીદારો અને વડીલો સાથે સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  આર્થિક અને જાહેર જીવનથી સહકાર મળશે. કાયદાકીય રીતે સહિ સિક્કામાં ધ્યાન રાખવુ મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશં સંતાન સંબંધી કાર્યોમાં પ્રગતી મળશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ અને ગુરૂ ગ્રહની નિર્બળતા અને શુક્ર કેતુનો બંધનયોગ અશુભ ફળ આપી શકે છે. તેમ છતા વણી વર્તન અને વ્યવહાર નમ્રતા કેળવશો તો નસીબ અને લાભસ્થાન પ્રબળતા યેનકેન પ્રકારે કાર્યસફળતાના યોગ આપી શકે છે.  મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે. વીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવુાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવા મા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ ગ્રહ અને સુર્યગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેથી કાલ્પનિક ભય અને વધુ પડતો આત્મવિશ્વાસ નિરાશા આપી શકે છે. ેજટલી એકાગ્રતા  કેળવશો તેટલી સફળતા મેળવશો હિતેચ્છુઓની સલાહથી લાભ થશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી આજે જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવામા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતીકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ જન્મ ચંદ્રથી ગુરૂ બુધ અને રાહુગ્રહના બંધનયોગથી  નિર્બળતા આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિશ્ફળતાનું કારણ બની શકે છે.  મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. સાચવવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા રહેશે આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય રીતે સાવચેત રહેવું મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી મળી શકે છે. સંતાનોના કાર્યોમા સાવધાની રાખવી જરૂરી છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને મંગળગ્રહનો બંધનયોગ યથાવત વાસ્તવિક પરિસ્થિતીનો સ્વીકાર કરવાનું સુચવે છે. મોટા અને ખોટા પ્રલોભોનોથી દુર રહેવું જરૂરી છે. મહત્વના નિર્ણય સ્વહસ્તે કરવા જરૂરી છે. પરાવલંબી ન બનવું.  મિલ્કત અને વીલવારસાના કાર્યોમાં ઉતાવળા સાહસો ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનમા પ્રગતી મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મીક કાર્યોથી આનંદ રહેશે. કાયદાકીય રીતે અને મોસાળ પક્ષથી સહકાર રહેશે સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ  સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. સંપૂર્ણકાર્ય સફળતાના યોગ સાથે સુખ સ્થાનમાં કોર્ટગ્રહનો અશુભ બંધનયોગ વિચારોમાં નિર્બળતા આપીને માનસીક અંશાતી અંજપા જેવુ વાતાવરણ આપી શકે છે. તેથી એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાથી શુભફળ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનો જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. સંતાનોના કાર્યોમા પ્રગતી મળશે. આપના માટે શુક્રવારેના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ગ્રહોનું  ભ્રમણ શનીગ્રહની પનોતીના અંતીમ  પાયામા પણ કાર્યસફળતાના મળે છે. ઘણા સમય ફછી જીવનમા અપેક્ષા ફળી ભૂત થવાની શક્યતા મળી શકે છે. માત્ર સમયમા એકાગ્રતા કેળવશો તો નવાકાર્યો માટે પણ શુભ સમય બની શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે ફળ આપશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ચ ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કાયદાકીય રીતે અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. સંતાનોની પ્રગતી જોઈ શકશો. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો કપરો સમય અને ગુરૂ રાહુ ગુરૂનો બંધનયોગ કાર્યોમાં નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. માત્ર પરાક્રમ સ્થાનમાં સુર્ય ગ્રહ સ્વહસ્તે કરેલા કાર્યોમાં સફળતા આપી શકે છે. તેથી આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ચિંતા આપી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી  સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વરતારો હજુ આ સપ્તાહમા પણ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરવાનું સુચવે છે. શનિ ગ્રહની પનોતી અને સૂર્ય બંધનયોગ ના ધારેલી સમસ્યાઓ આપી શકે છે. તેથી વિચારો આને વર્તનમાં સાત્વીકતા લાવવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. સંતાનોેની પ્રગતી જાઈ શકશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતોમાં વિજય થશે મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું  ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શવાદ મળે છે. લાભસ્થાન  અને પરાક્રમ સ્થાનની પ્રબળતા દરેક કાર્યોમાં સફળતાના યોગ આપી શકે છે. નવાકાર્યોની શરૂઆત માટે પણ સમય શુભ રહેશે. માત્ર મોજશોખ અને આળશવૃત્તીનો ત્યાગ કરવા જરૂરી છે. મિલ્કત અને વિલવારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. માર્ચ મહિનાથી સંતાિોના પ્રશ્નો અને સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રુવાસ અને ધાર્મિક કાર્યૌોથી આનંદ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ બીજા મંગળ અને બારમા સ્થાનમાં સુર્ય પરિસ્થિતી ડામાડોળ કરી શકે છે. જે અનિદ્રા અને બેચેની આપી શકે છે. તેમ છતા ગુરૂ ગ્રહની જન્મના ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડે છે. તેથી એનકેન પ્રકારે કાર્ય સફળતા જરૂરી મળશે. માત્ર તેનો સંતોષ નહી મળે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં યોગ્ય નિરાકરણ મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમય મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleજે આગ લોકોના મનમાં છે તે જ મારા મનમાં પણ છે : PM મોદી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે