રાણપુરમાં લુહાર-સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણીની સાથે પુલવામાં શહીદ થયેલા સૈનિકો ને શ્રધાંજલી આપવામાં આવી
સમગ્ર દેશ માં વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લા ના રાણપુર માં લુહાર-સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સવારે વિશ્વકર્મા ભગવાનની મહાપુજા અને આરતી કરવામાં આવી બાદમાં સૌ એ સાથે મળી મહા પ્રસાદ લીધો હતો. ત્યારબાદ રાણપુર લુહાર-સુથાર સમાજ દ્વારા પુલવામાં ભારત ના સૈનિકો ઉપર થયેલા હુમલા માં ૪૪ જેટલા સૈનિકો શહીદ થયા હતા તેમના આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાથના કરી બે મીનીટ મૌન પાળ્યુ હતુ.આ પ્રસંગે રાણપુર લુહાર-સુથાર સમાજ ના અગ્રણીઓ સહીત મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા.