ભારતના કાશ્મીરમાં પુલવામાં આંતકવાદી દ્વારા હુમલામાં શહીદ થયેલા દેશના જવાનોના આત્માને શાંતિ મળે તે માટે સમગ્ર ભારતમાં એકતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે સર્વે સમાજ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાનજલી અપાઈ રહી છે ત્યારે શિહોર શહેર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા જલુના ચોક ખાતેથી રેલી કાઢી ‘હિન્દુસ્તાન’ જીંદબાદ,‘પાકિસ્તાન’ મુરદાબાદ ના નારા લગાવી રેલી મેઈન બજારમાંથી નીકળી વડલા ચોક થઈ એલ. ડી. મુનિ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વીર શહીદોને શાંતિ મળે તે માટે અલ્હા પાકને તબસ્તિન કરવામાં આવેલ તેમજ ભારતની” આન,બાન, શાન, સમાં ત્રિરંગા ને સન્માનિત કરી દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે એવી અલ્હાને દુવા કરવામાં આવી. આ આંતકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે વીર શહીદોની ઉપર હુમલો કરનારને જે રીતે સર્જીકલ સ્ટ્રાઇટ કરી તેજ રીતે પાકિસ્તાનમાં જઈને સેના દ્વારા જવાબદારો ને મારો અને આંતકવાદીઓને કાયમી માટે નેસ્ત નાબૂત કરી કાયમી માટે શાંતિ જળવાઈ રહે તે માટે સૌને એક થઈ નેક બની દેશના દેશદ્રોહીઓની સાથે બદલો લેવાની માંગ સાથે રેલીને ખુબજ શાંતિ પૂર્વક વિરામ આપવામાં આવેલ.