ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે આવેલ દવે, પટેલ, ભાયાણી, ભટ્ટ (સિહોર) તથા શાહ (જસપરા) પરિવારના કુળદેવી માણકા ખોડિયાર માંના મંદિરે મહા-સુદ પુનમનો પાટોત્સવ તા. ૧૯-રને મંગળવારે ઉજવાશે.
મહા-મહીનાની નવરાત્રી માતાજીના મંદિરે ધામધુમથી ઉજવવામાં આવે છે. મહા-મહીનાની નવરાત્રી દરમ્યાન દરરોજ ચંડીપાઠ માતાજીને પારે કરવામાં આવે છે. અને પુનમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ગુજરાતભરમાંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે. પ્રણાલિકા પ્રમાણે યજુર્વેદી સંહિતા પાઠી ભરતભાઈ પાઠકના આચાર્યપદે હોમાત્મક તવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે ૭-૩૦ કલાકે થશે. શ્રીફળ હોમવાનો સમય બપોરના ૧ર કલાનો છે. ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.