રાજયમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી બાળકો ધો.૧ર સુધિ અભ્યાસ પુર્ણ કરી શકે તે માટે દર વર્ષે એસઈબી દ્વારા ધોરણ-૮માં એનએમએમએસની પરીક્ષાલેવાય છે. ચાલુ વર્ષે ભાવનગર જિલ્લામાંથી ૭૮૧૬ બાળકોએ પરીક્ષા આપેલ. જેમાંથી કુલ ર૧૧ બાળકો મેરીટમાં આવીને શિષ્યવૃત્તિ માટે પસંદગી પામેલ. જેમાં ઘનશ્યામનગર પ્રાથમિક શાળાના કુલ ૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ. તે પૈકિ પ૯ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં કવોલિફાઈડ થયેલ. જેમાના ૪ વિદ્યાર્થીઓ મેરીટમાં આવી શિષ્યવૃત્તિ માટે પસંદગી પામેલ. આચાર્ય હર્ષાબેન પંડયા તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.