પ સપ્ટેમ્બર-ર૦૧૭ શિક્ષક દિન નિમિત્તે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ તરીકે રાજ્યપાલ તથા શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બી.એમ. કોમર્સ હાઈસ્કુલના સુપરવાઈઝર લાલજીભાઈ પરમારને શાલ, પ્રમાણપત્ર તથા રૂા.પ૧૦૦૦ના રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવેલ છે.લાલજીભાઈ પરમાર ગુજરાતી ભાષા શિક્ષક તરીકે અક્ષર સુધારણા કાર્યક્રમ, વિવિધ નાટ્યલેખન પ્રવૃત્તિ તથા સામાજિક પ્રવૃત્તિમાં માર્ગદર્શક અને પ્રેરક તરીકે ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે.