હીન્ડોરડાના તુટી ગયેલા પુલની સાઈડનું ટુકું ડાયવર્ઝનથી વારંવાર ફસાતા વાહનોથી ર કિ.મી. લાંબી લાઈનો વારંવાર બોલાવતી પોલીસ લોકો ધુડ ડમરીઓથી પરેશાન તેમાં એગ્રો કોન્ટ્રાકટરની બેજવાબદારીથી પાણીનો છંટકાવ ન થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કલેકટરને રજુઆત છતા કોઈ કાર્યવાહી ન થતા રોષની આંધી ફેલાવા પામી છે. રાજુલા નજીક હીંડોરડાના એકમાત્ર નેશનલ હાઈવેના તુટી ગયેલ ધાતરવડી પુલના કાઢેલ ટુંકા ડાયવર્ઝનથી ધુડની ડમરીઓ ઉડવાથી બાજુમાં આવેલ શાળાના ૬૦૦ ઉપરાંત બાળકો મધ્યાહન ભોજન આંગણવાડીના નાના બાળકોને રોગચાળો ફાટી નિકળવાની દહેશત જોવા મળી રહી છે અને હાલમાં ઘરે ઘરે દર્દીઓના ખાટલા જોવા મળી રહ્યા છે. આ બાબતે ગામના સરપંચ નાનાભાઈ ભીલ અને ઉપસરપંચ દિનેશભાઈ કવાડ દ્વારા નાયબ કલેકટરને રજુઆત મૌખિકમાં કરેલ ત્યારે નેશનલ બનતો ફોરટ્રેક રોડના કોન્ટ્રાકટર પણ તંત્રને ઉલ્લુ બનાવી રહ્યા છે. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી નહી થાય તો ગામ લોકો દ્વારા પ્રથમ ગાંધી ચિંધ્યામાર્ગેથી રોડ ચક્કજામ કરવા ચક્રોગતિ થયા છે.