શહેરના મિલેટ્રી સોસાયટીના ક્ષત્રિય યુવાનો દ્વારા શહિદોને વિરાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહિદ વંદના, રાષ્ટ્રગાન તેમજ કેન્ડલ માર્ચ અને મૌન પાળીને શ્રધ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં રીટયાર્ડ આર્મી ઓફીસર ગોટી, ભુપેન્દ્રસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ સરવૈયા, સુર્યદિપસિંહ ગોહિલ, કાનભા બોરીચા ઉચૈયા સહિતે હાજરી આપી હતી.