પીથલપુરના આમળા ગામે રાંદલ માતાના મંદિરે મેળો

1174

ગોપનાથ  પીથલપુર  નજીકનાંઆમળાગામે  પ્રખ્યાત રાંદલમાતાના મંદિરેમેળો ભરાયો હતો મેળામાં હજારોની માનવમેદની  ઉમટી પડીહતી  મંદિરનાં મંહત દ્વારા યાત્રાળુઓને કોઈપણ પ્રકારની પરેશાની  ના થાઈ તે માટે સુદર વ્યવસ્થા  રાખવામાં આવી હતી દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ અને  સ્ટાફ, મહિલા પોલીસ  સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અહિયા દર વર્ષે મહા મહિનામા રવિવારે  જમેળો  ભરાઈ છે પ્રખ્યાત રાંદલમાતાના મંદિરે યાત્રાળુઓ દુર દુર થી ચાલતા ચાલતા દડતા  દડતા  દુર દુર થી આવે છે પરંપરા મુજબ હજુ પણ ભક્તો બળદ ગાડામાં બેસીને દર્શનાર્થે  ઉમટી પડે છે અહીયા વર્ષો ગાઢ જંગલ હતું રોડ રસ્તા નો હોવાથી બળદ ગાડામાં જલોકો દર્શનાર્થે આવતા હતા લોક વાયકા મુજબ વર્ષો પુર્વ યાત્રાળુઓ  બળદ ગાડા લઈને દર્શનાર્થે આવતા હતા ત્યારે રસ્તા મા બળદ બિમાર પડેલ  અને રાત પડી જતા ભક્તો ચિંતા માપડીગયા  હતા ત્યારે કહેવાય છે કે સ્વયં રાંદલમાતા ભક્તો ને દર્શન આપી બળદ આપ્યા હતા તેવા દાખલા લોકમુખે સાંભળવા મળે છે અહીયા મહિલા ઓ વધુ દર્શન કરવા માટે આવે છે મંદિર મા પણ મહિલાઓજ  સેવા પુજા અર્ચના કરી રયા છે  અને બંદોબસ્ત મા વધુ મહિલા પોલીસ જોવા મળે છે.

Previous articleહાર્દિક પટેલ ગારિયાધાર મુલાકાતે સભા સંબોધી ચૂંટણી લડવાનો ઈરાદો નથી
Next articleરાજુલામાં આરએસએસ દ્વારા વિરાંજલિ સભામાં શ્રધ્ધાંજલિ