જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થજયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાજલિ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજુલા દ્વારા વિરાંજલિ સભા યોજાઈ હતી. જેમાં સહયોગી સંસ્થા તરીકે સહકાર ભારતી બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થા, લઘુ ઉદ્યોગ ભારતી, કેશવ ક્રેડીટ બેંક તથા લાયન્સ કલબ ઓફ અમરેલી (રોયલ) જેવી સંસ્થાઓ જોડાઈ હતી.
આ સભામાં રાજુલા શહેરના રાજકીય તથા સામાજિક આગેવાનો, વેપારીઓ તથા જાહેર જનતા જોડાઈને આતંકવાદી પ્રત્યે પોતાનો રોષ વ્યકત કરી શહિદોને નમન કર્યુ હતું.
જેમાં રવુભાઈ ખુમાણ, ભરતભાઈ શિયાળ, સાગરભાઈ સરવૈયા, ચિરાગ ગોસ્વામી, મહેન્દ્રભાઈ ધાખડા, ભરતભાઈ, શંકરભાઈ બારૈયા, વસુભાઈ સોરઠીયા, દિલીપભાઈ વોરા, જેન્તીભાઈ જાની સહિત શહેરના વરિષ્ઠ આગેવાનો હાજર રહી હૃદયથી વિર શહિદ્યોને શ્રધ્ધાજંલિ અર્પી હતી.