રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ-અગ બે રૂટમાં નિકળેલી મેરેથોનનું પ્રસ્થાન આઈ.જી. કોમરા સહિતની ઉપસ્થિતિમાં આગેવાનોએ કરાવ્યું હતું. સાયકલ મેરેથોનમાં બાળકો, યુવાનો, વડિલો સહિત ૪૩૦૦ લોકોએ ભાગ લીધો હતો.