સિહોર તાલુકાના સણોસરા ખાતે આવેલ લોકભારતીની વિદ્યાર્થીનીએ ભણતરનાં ભારથી કંટાળી સંસ્થાની પાછળ કમ્પાઉન્ડમાં આવેલ પીપળાનાં ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાલુકાનાં કુકડ ગામે રહેતી અને હાલ લોકભારતી સણોસરા ખાતે એસ.વાય.બી.આર.એસ.માં અભ્યાસ કરતી રીંકલબેન છગનભાઈ જાંબુચા ઉ.૧૯એ ભણતરના ભારથી કંટાળી જઈ લોકભારતી સંસ્થાના બિલ્ડીંગની પાછળનાં ભાગે આવેલ પીપળાના ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યુ હતું બનાવની જાણ થતાં સોનગઢ પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વિદ્યાર્થીનાં મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.