રાજદ્રોહ કેસઃ લાંબા સમયથી ફરાર અલ્પેશ કથીરિયાની ધરપકડ

727

પાસ નેતા અલ્પેશ કથિરીયાની સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. સુરતના વેલંજા વિસ્તારમાંથી આ ધરપકડ કરવામાં આવી છે.

શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો રહ્યો હતો. તેમજ મિત્રના લગ્નમાંથી અલ્પેશ ઝડપાયો છે. ઉલ્લેખનિય છે કે રજદ્રોહના કેસમાં શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.

ગત વર્ષે ડિસેમ્બરમાં પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં વરાછા પોલીસે પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની અટકાયક કરીને તેને કોર્ટમાં રજુ કર્યો હતો. અલ્પેશ કથિરીયાની ગાડીને પોલીસે ક્રેન પર ચડાવતા સમગ્ર બબાલ શરૂ થઈ હતી. જે બાદમાં અલ્પેશે પોલીસ ઇન્સ્પેક્ટરે તેને લાફો માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.બાદમાં અટકાયત કરીને તેને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

વરાછા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશે હાજર એસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગેરવર્તન કરી તેમને અપશબ્દો કહ્યાં હતા.

પોલીસ સાથે ગેરવર્તન બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કરી દીધા હતા. ત્યારથી શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો.

અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે અપ્લેશ કથિરીયાને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. જેથી અલ્પેશને લાજપોરની જેલમાં મોકલવામાં આવ્યો છે.આ મામલે આગામી ૨૨ ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ત્યારે કોર્ટમાંથી બહાર આવતા સમયે અલ્પશ કથિરીયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ’જીવતા રહીશું તો ફરી મળીશું.’

 

Previous articleવાતાવરણમાં અચાનક પલટોઃ  આકાશમાં વાદળો ઘેરાતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફર્યુ
Next articleMLA ક્વાર્ટરમાંથી મળી આવી દારૂની બોટલ, વિવાદનો મધપૂડો છંછેડાયો