રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ ચાલી રહી છે. ત્યારે પાટનગર ગાંધીનગર માંથી જ દારૂની બોટલ મળી છે. ધારાસબ્ય ક્વાર્ટરમાંથી દારૂની બોટલ મળી આવી છે. બ્લોક નંબર ૫માંથી દારૂની બોટલ મળી આવી છે.
બ્લોકની કચરાપેટીમાંથી દારૂની ખાલી બોટલ મળી આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે અહીં સવાલ એ છે કે દારૂની બોટલ અહીં કોણ મુકી ગયું ? કે પછી ધારાસભ્યો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી.?શું અહીં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી ? જો ધારાસભ્ય જ આ રીતે દારૂની મહેફિલ માણશે તો આમ જનતાને શું સંદેશ જશે ? જોકે હાલ તો દારૂની ખાલી બોટલ મળી છે. આ બોટલ ક્યાંથી આવી.? કોણ લાવ્યું તે અંગે કોઈ જ વિગતો મળી નથી.
ગુજરાતની અનેક ખાસિયતો પૈકીની એક ખાસિયત એ છે કે આ રાજ્યમાં દારૂબંધી કાયદાથી સ્થાપિત છે. જો કે, તેમ છતાં અહીં છડેચોક દારૂ વેંચાય છે અને પીવાય છે તે અલગ વાત છે. પરંતુ જ્યારે દારૂબંધી વાળા આ રાજ્યના પાટનગરના ધારા સભ્યોના ક્વાર્ટરમાં જ દારૂની બોટલો જોવા મળે ત્યારે કાયદાના ધજિયા જ નહીં પરંતુ જન પ્રતિનિધિની આબરૂના ધજાગરા પણ થતાં જોવા મળે છે