ડભોડા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખથી વધુની રકમની સહાયનો ચેક કલેકટરને અર્પણ કર્યો

605

પુલવામામાં આંતકી હુમલામાં શહીદ થનાર વીર જવાનોના પરિવારને મદદરૂપ થવાના ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામના હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા ૧૧,૧૧,૧૧૧/- ની રકમનો ચેક આજે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાને અર્પણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બે નિવૃત્ત કર્મયોગીઓએ પણ પોતાના પેન્શનની રકમમાંથી કુલ- ૪૦ હજારથી વધુ રકમનો ચેક કલેકટરને અર્પણ કર્યો છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, કાશ્મીરના પુલવામામાં આંતકવાદીઓના ધાતકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા છે. દેશભરના લોકો આ ઘટનાથી હચમચી ગયા હતા. શહીદ થનાર જવાનના પરિવારને મદદ કરવા દેશના તમામ નાગરિક આગળ આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહાય કરવા આગળ આવ્યા છે. તેમજ આજે ડભોડા હનુમાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા રૂપિયા ૧૧ લાખ ૧૧ હજારથી વધુ રકમની સહાય કરીને સમાજ માટે પ્રેરણાદાયક કામ કર્યું છે.

ગાંધીનગર જિલ્લાના સંવેદનશીલ નાગરિકો શહીદ જવાનના પરિવારજનોને મદદ કરવા ઇચ્છે છે, તેઓ પોતાની રકમનું દાન સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી પેરામીલેટ્રી ફોર્સની સાઇડ ભારત કે વીર( https://bharatkeveer.gov.in) ઉપર જઇને સીધી દાનની રકમ તેમના એકાઉન્ટમાં જમા કરી શકે છે.  દાન કરવા ઇચ્છતા નાગરિકોએ ચેક -–CRPF Wives Welfare Association ના નામનો બનાવવાનો રહેશે. ઓનલાઇન પેમેન્ટ કરવા ઇચ્છતા નાગિરકો પોતાની રકમ Account Holder Name – CRPF Wives Welfare Association, Account No–10591438490, IFSC Code – SBIN0007837, Branch Name- CGO complex Lodhi Road New Delhi પર કરી શકશે.

ડભોડા હનુમાનજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને આઇ.ટી.આઇ., ગાંધીનગર ખાતેથી નિવૃત્ત થયેલા શંકરાજી મંગાજી સોંલકીએ પોતાની એક માસની પેન્શન રકમ રૂ. ૨૭,૨૫૪/- નો ચેક અને નિવૃત્ત પ્રોફેસર પૃથ્વીભાઇ શાહે રૂ. ૧૫ હજારની રકમનો ચેક કલેકટરને અર્પણ કર્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ શહીદ પરિવારને મદદ કરનારનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleરાધીવાડ ગામમાં પાણીની ભારે અછત  લોકો હિજરત કરવા મજબુર બન્યા
Next articleવિધાનસભાના સત્રની શરૂઆતમાં રાજયપાલે ગૃહને સંબોધ્યું