અમદાવાદ RTO કચેરીમાં સોફ્‌ટવેરમાં ચેડાં કરી બોગસ લાયસન્સ બનાવાયા

719

સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં ૮૪ ખોટા લાયસન્સ બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. સારથી ૪ સોફ્‌ટવેરમાં ચેડાં કરી ૮૪ લોકોના લાયસન્સમાં ક્લાસ વધારી દીધા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગઈ ૨૮ ડિસેમ્બરે અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે ૨૫ ડિસેમ્બરે ૮૧ અને ૨૬મીએ થયેલી ૩ એન્ટ્રીઓ ખોટી કરવામાં આવી છે. જે અંગે તપાસ કરતાં આરટીઓ કચેરીમાં નાતાલની રજા દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ સારથી ૪ સોફ્‌ટવેરમાં લોગ ઇન કરી લાયસન્સધારકના ક્લાસમાં વધારો કરી દેવાયો છે. હેવી વેહિકલ માટે આઠ ધોરણની લાયકાત હોય છે પરંતુ તેવી લાયકાત ન ધરાવતા વ્યક્તિઓને પણ લાયસન્સ આપી દેવાયા હતા.

૮૪ જેટલા ખોટા લાયસન્સ ઈસ્યુ કરી દેવામાં આવ્યા છે. આ તમામ એન્ટ્રી બેકલોગ એટલે કે ૨૦૧૦ પહેલાના ડેટામાં થયેલી જણાઈ હતી. આ બાબતે ક્લાર્ક આરટીઓ ઇન્સ્પેક્ટરને પૂછતાં તેઓના ધ્યાને આવી કોઈ એન્ટ્રી નથી થઈ અને કોઈ ઓટીપી પણ નથી આવ્યો. ૨૬મીએ વહેલી સવારે છ વાગ્યે એન્ટ્રી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Previous articleશહિદોની યાદમાં ઘ-૪ સર્કલને અમરજવાન નામ આપવા માંગ
Next articleકચ્છમાં એક સાથે ૨૦૦થી વધુ ગાયના મોતથી અરેરાટી ફેલાઈ