કોંગ્રેસના ધારાસભ્યોએ પુરો પગાર શહિદોને આપ્યા બાદ શરમમાં ભાજપના ધારાસભ્યોએ અડધો પગાર આપ્યો

1535

પુલવામા આતંકી હુમલાના શહીદોના પરિવારોને સહાય કરવા મહિને ૧ લાખ ૧૬ હજારનો પગાર લેતા ગુજરાત ભાજપના ધારાસભ્યોએ કંજુસાઈ દાખવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ એક માસનો પગાર શહીદ રિવારોને આપવાનો નિર્ણય કરતા ભાજપના ધારાસભ્યોએ પણ એક મહિનાનો પગાર આપવાનો નિર્ણય લેવો પડ્‌યો હતો.

ઉલ્લેખનીય છે કે, છડ્ઢઇ (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ) મુજબ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી ૧૪૧ એટલે કે ૭૭ ટકા ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં ભાજપના સૌથી વધુ ૮૫ ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના ૫૩, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને દ્ગઝ્રઁના ૧ ધારાસભ્ય કરોડપતિ છે. ગઈકાલે બપોરે ભાજપ વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં ધારાસભ્ય દીઠ પુલવામાના શહીદોના પરિવારોને રૂ ૫૧ હજારનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં શહીદ પરિવારોને ધારાસભ્ય દીઠ મહિનાનો પગાર આપવાનો નિર્ણય કરતા ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક સહિત મુખ્યમંત્રી અચાનક દોડતા થયા હતા. ત્યારબાદ મોડી સાંજે ભાજપ વિધાનસભા બેઠકનો નિર્ણય બદલીને  ૫૧ હજારના બદલે ભાજપના તમામ ધારાસભ્યોનો એક માસનો પગાર આપવાનો નિર્ણય લીધો હતો.

આમ શહીદ પરિવારોને સહાય આપવામાં પણ ભાજપના ધારાસભ્યોની કંજુસાઈ બહાર આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૮માં રાજ્યના ધારાસભ્યોના પગાર ૭૦,૭૨૭થી વધારીને ૧,૧૬,૩૧૬ અને મંત્રીઓના પગારમાં ૪૫ હજારનો વધારો કરી ૮૭ હજારથી ૧ લાખ ૩૨ હજાર પગાર કર્યો હતો.

Previous articleસેનાએ દિલ્હીની રાહ જોવાને બદલે ડાયરેક્ટ જવાબ આપવો જોઈએ : રઝા મુરાદ
Next articleવિધાનસભાના દ્વારેથી