પાક. જાધવ વિરૂદ્ધ જાસૂસીના પુરતા પુરાવા ન આપી શક્યુંઃ ભારત

431

હેગ : પુલવામામાં ઝ્રઇઁહ્લ જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ મામલે સામસામે આવ્યાં. પૂર્વ ભારતીય નેવી અધિકારી જાધવને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સોમવારથી સુનાવણી શરૂ થઈ ગઈ. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે. સોમવારે ભારતીય વકીલ હરીશ સાલ્વેએ દલીલ રજૂ કરી. તેઓએ કહ્યું કે પાકિસ્તાન ૈંઝ્રત્નના મોચનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ જાસૂસીના વિશ્વનિય પુરાવા રજૂ નથી કરી શક્યા. મંગળવારે પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી દલીલ રજૂ કરશે. જે બાદ ભારત ૨૦ ફેબ્રુઆરીએ તેના પર જવાબ આપશે. જ્યારે ઈસ્લામાબાદ ૨૧ ફેબ્રુઆરીએ પોતાની અંતિમ દલીલ રજૂ કરશે. આ વર્ષે આ કેસમાં ચુકાદો આવવાની આશા છે. સુનાવણી દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલે પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મિત્તલે તેઓની સાથે હાથ ન મિલાવ્યો. મિત્તલે હાથ જોડીને તેમની સાથે મુલાકાત કરી.

Previous articleઘીના ઠામમાં ઘી, શિવસેના-ભાજપ વચ્ચે રીસામણા-મનામણાનો અંત
Next articleરાહુલ ગાંધી ૧ માર્ચથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે