આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી અને શિવસેનાના દ્ગડ્ઢછને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ આ મામલે બન્ને પાર્ટી વચ્ચે મતભેદ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે રાજ્યમાં બન્ને પાર્ટી સાથે મળીને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. જયપુરથી મુંબઇ આવ્યા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ રાજ્યમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેઓ બાંન્દ્રા સ્થિત શિવસેના પ્રમુખના આવાસ માતોશ્રી ગયા હતા. આ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ જણાવે છે કે અમારી વચ્ચે ભલે મતભેદ છે, પરંતુ અમારા વિચાર એક જ છે. શિવસેના અને બીજેપી ૨૫ વર્ષથી એક સાથે છે, હાલનો સમય મતભેદને બાજુ પર રાખીને એકજૂઠ થવાનો છે. અમે સાડા ચાર વર્ષ સાથે મળીને સરકાર ચલાવી છે. તેમજ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને પણ બન્ને પાર્ટીના વિચાર એક છે. સોમવારે આ ગઠબંધનને ધ્યાનમાં લઇને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહએ શિવસેનાના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક ત્યારે યોજવામાં આવી છે કે જ્યારે આગામી ચૂંટણીમાં ગઠબંધનને લઇને બન્ને પાર્ટી વચ્ચે મતભદે ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
મોડીરાત્રે દિલ્હીમાં વરસાદ
દેશની રાજધાની દિલ્હીના વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો હતો અને આજે (સોમવારે) રાત્રિના કડાકા-ભડાકા સાથે ફરી વરસાદ શરૂ થઈ ગયો હતો.