વરતેજમાં મૌન રેલી કાઢી શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ

484

પુલવામાં આતંકવાદીઓએ જવાનો ઉપર આત્માઘાતી હુમલો કરી ૪૦ જેટલા જવાનો વિરગતી પામતા તેમના વીર આત્માને શ્રધ્ધાંજલિ આપવા વરતેજ ચત્રભુજ- ભગવાનજીના મંદિરેથી કેન્ડલ માર્ચ પેટાવી વરતેજના તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સરપંચ શક્તિસિંહ ગોહિલ ભાવ. જી. યુથ કોંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી ભાજપ અગ્રણી ગોવિંદભાઈ પરમાર મુન્નાભાઈ ગોહિલ નિલદિપસિંહ ગોહિલ મુસ્લિમ અગ્રણી ભીખાભાઈ ડેરૈયા જીગરભાઈ ગભરાણી અબ્દુલ્લભાઈ મમાણી-લાલભાઈ મકવાણા મમુભાઈ પરિવાણી વિવિધ સમાજના અગ્રણીઓ નાગરિકો ખુબ જ મોટી સંખ્યામાં  જોડાયા હતાં. વરતેજ ગામ સમસ્ત આ રેલી વિવિધ માર્ગ્‌ ઉપર ફરી બસ સ્ટેન્ડ મેદાનમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવેલ. સફળ સંચાલન બી.કે. ગોહિલ (ઉ.પ્ર.ભાવ.જી. પંચાયત કુલદીપ રાઠોડ, ભરત પરમાર બળદેવભાઈ સોલંકીએ કરેલ.

Previous articleઢસામાં ગેસ સિલિન્ડરનું વિતરણ
Next articleઓરલ સર્જન દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો