૧૩ ફેબ્રુઆરી ઓરલ સર્જન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓરલ સર્જન મોઢા અને જડબા નાં નિસણાત હોય છે. તો આ દિવસ ની ઉજવણી નિમિતે કૉલેજ ઑફ ડેન્ટલ સાયન્સ (કે. જે. મહેતા ટીબી ટ્રસ્ટ )અમરગઢ ભાવનગર ના ઓરલ સર્જરી વિભાગ ના હેડ તથા વાઇસ ડીન ડૉ. પંકજાકશી, ડૉ. નિખિલ જૈન, તથા ર્ડા,.પાર્થ રવિયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર )નું આયોજન કે. જે. મહેતા જનરલ હોસ્પિટલ માં કરવામાં આવ્યું હતું. આ શિબિર માં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ શાહ, ડીન ડો. રૉંશૈયા કાનપરથી સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોહસીન ઘાચી તેમજ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ર્ટરી વિભાગ ના ડૉ. મનદીપ સિંહ ગોહિલ અને ડૉ. અવની એ ઉત્સાહ પૂર્વક આ દિવસ ની ઉજવણી માં ભાગ લીધો હતો. જેમાં ૧૦૦ થી પણ વધારે ડૉક્ટરો તથા વિદ્યાર્થી ઓ એ રક્તદાન કરી સામાજિક સેવા માં યોગદાન આપ્યું હતું.