રાષ્ટ્રની વાત આવે ત્યારે પ્રથમ ફરજ બારોટ સમાજની આવે છે કારણ ભારતીય સંસ્કૃતિના મુળ રખેવાળો બારોટ સમાજ છે. જેણે રાષ્ટ્ર માટે ધર્મ માટે ગાયો માટે અનેક બારોટ સમાજમાં આપેલ બલીદાનોના અનગનીત પુરાવા સાથે ઈતિહાસ સાક્ષી પુરે છે. ત્યાર બાદ રાજપુતો, કાઠી ક્ષત્રિયો, આહિરો, વેગડા ભીલ જવા કોળી સમાજના વિરપુરૂષો, મેર સમાજ, હાટી દરબારો, પંજાબના, રાજસ્થાનના, કચ્છના, વિરપુરૂષ હાલમાં સરહદ પર વિરગતી પામતા આવ્યા છે અને હજી દેશ માટે હાલમા મોત સામે સરહદ પર ફરજ બજાવે છે અને સામી છાતીને હજી આવા વિર પુરૂષો સામે નથી થવાતું એટલે પાછળથીવાર કરી દવાઓ કરે છે. પણ દેશ માટે ખપી જવા એક લાવો ગણે છે તેવા વિર જવાનોને બારોટ સમાજ દ્વારા વિરાજંલિ અપાઈ રહી છે. આખો ભારત દેશ જયારે પુલવામાં ગદ્દારોના હાથે નપુંસકતા દાખવી બેખર ૪૪ જવાનો પર દગો કરી પાછળથી બ્લાસ્ટથી વિરગતી પામેલ શહિદોને સાધુ સંતો કેમ બાકી રહે ભગવતી આશ્રમના મહંત પુજય શાંતીબાપુના અધ્યક્ષસ્થાને રાજકોટ બારોટ સમાજના વડિલો યુવાનો જેમાં ભીખુભાઈ બારોટ, વિનુભાઈ બારોટ, નિતીનભાઈ બારોટ માજી પ્રમુખ ચંદબરદાઈ ટ્રસ્ટના સંદેવભાઈ સોઢા, ખ્યાતનામ ગુલાબદાન બારોટ, ભરતભાઈ બારોટ, જયેશભાઈ બારોટ, પ્રશાંતભાઈ બારોટ, વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના કનકભાઈ બારોટ, રાજકોટ બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ બારોટ, પંકજભાઈ બારોટ, હિરેનભાઈ બારોટ, કનુભાઈ બારોટ, પ્રફુલભાઈ બારોટ, અનિરૂધ્ધભાઈ બારોટ તેમજ ભાજપના ભરતભાઈ હુકમની બહોળી સંખ્યામાં બારોટ સમાજની યુવા ટીમ સાથે રાષ્ટ્રની શાન એવા વિર શહિદ્યોના તમામ ફોટાઓને ફુલહાર ચડાવી અદબથી સેલ્યુટ સાથે વિરાંજલિ અર્પી હતી.