ભાવનગર શીપ સ્ક્રેપ મર્ચન્ટ એસોસીએશન દ્વારા વીર સૈનિકોને ભાવપૂર્મ શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ આજરોજ વી.આઈ.પી. માર્કેટ ખાતે વિશાળ સંખ્યામાં સભાસદો અને એસોસીએશનના વેપારીઓની હાજરી વચ્ચે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, અલંગ એરીયા ડવલપમેન્ટ બોર્ડના ચેરમેન ગીરીશભાઈ શાહ, મેયર મનભા મોરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, વિરોધપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, ડો.સમિરભાઈ શાહ, ઈકબાલભાઈ આરબ, કોર્રોરેટર રહીમભાઈ કુરેેશી, ગીતાબેન, પારૂલબેન, ઉષાબેન, રિયાઝભાઈ મસાણી, મુખ્તારભાઈ વરતેજી, મહેદીભાઈ, ટેક્ષ એડવોકેટ વિક્રમભાઈ શાહ, તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી આપેલ એસોસીએશનનાં પ્રમુખ હનીફભાઈ રાયતા (કાનાભાઈ)દ્વારા આ વીર જવાનોને શ્રધ્ધાંજલી સ્વરૂપે તેમની સંસ્થા તરફથી સહાય આપવાની જાહેરાત કરવામાં આવેલ તેમજ તમામ સભ્યોને ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે પોતાની શક્તિ મુજબ આ રકમ સંસ્થાના ક્રાયાલયે જમા કરાવવા અપીલ કરેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં હાજી મુનાફભાઈ શેખ, હનીફભાઈ ઉઠાવેલ.