અધેલાઈની હાઈવે હોટલમાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

978

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગ્રામ્ય વિસ્તારમાં દારૂજુગારની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યારન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં અઘેળાય ચોકડી પાસે  આવતા પો.કોન્સ.ચિંતનભાઇ મકવાણાને બાતમીરાહે હકિકત મળેલ કે અઘેળાય હાઇવે ઉપર ગાયત્રી હોટલના માલીક ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ ચુડાસમા ઉવ.૪૧ તથા ભરતભાઇ અરજણભાઇ ડુંગરાણી રહે. બંને બાવળીયાળી તા.ઘોલેરા વાળા પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં તથા  ફોડ આઇકોન જીજે  ૦૨ એસી -૯૧૨૧ માં ભારતીય બનાવટનો દારૂનો ઝથથો રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર રેઇડ કરતા ઉપરોકત બાતમી વાળા બંને ઇસમો હાજર મળી આવેલ તેના કબ્જા માંથી  ઈંગ્લીશ દારૂની  કુલ નાની બોટલ નંગ- ૬૨૪ તથા ગાડી તથા મોબાઇલ નંગ-૪ સહિત કુલ કિ.રૂ. ૧,૬૨,૪૦૦/- ના મુદામાલ પકડી વેળાવદર (ભાલ) પો.સ્ટે.માં પ્રોહીબીશન મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.

Previous articleસેંજળધામ ખાતે મોરારિબાપુની નિશ્રામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
Next articleઢસા ગામે લુહાર-સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી