દેવશિલ્પી તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની પૂજા દર વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે દેવશિલ્પીનો જન્મ થયો હતો તેઓ વાસ્તુશાસ્ત્રના પ્રણેતા પણ છે અને તેમણે જ વિવિધ લોક અને દેવો માટે મહેલ, હથિયાર અને ભવનોનું નિર્માણ કર્યું છે. આ દિવસે ખાસ કરી ને જો વાત કરવામાં આવે તો લુહાર અને સુથાર સમાજના લોકો વિશેષ પૂજા અર્ચના કરતાં હોય છે.
ત્યારે આજે બોટાદ જિલ્લાના ઢસા ગામ ખાતે સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ બંધુઓ દ્વારા વિશ્વકર્મા જયંતિ ની ધામધુમે ઉજવણી કારકામાં આવી હતી ઢસા ના ભાવનગર રોડ પર આવેલ કનુભાઈ ડોડીયા ના પ્લોટ માં આજરોજ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા ની પૂજા અર્ચના તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું
ભગવાન વિશ્વકર્માના જન્મ દિવસે વિશ્વકર્મા પૂજન કરવામાં આવે છે. માન્યતા છેકે ભગવાન વિશ્વકર્મા સૃષ્ટિના રચયિતા બ્રહ્માના ૭મા ધર્મપુત્રના રૂપે જન્મ લીધો હતો. ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર, વાસ્તુશાસ્ત્રના દેવતા, પ્રથમ એન્જિનિયર, દેવતાઓના એન્જિનિયર અને મશીનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિષ્ણુપુરાણાં વિશ્વકર્માને દેવબઢઇ તરીકે આલેખવામાં આવ્યા છે એટલે જ તેમના પૂજનનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે. ત્યારે આજરોજ ઢસાગામે સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી.