પાકિસ્તાન સુપર લીગ(પીસીએલ)મુશ્કેલીમાં આવી ગયું છે. પુલવામામાં ઝ્રઇઁહ્લ જવાનો ઉપર હુમલા પછી આઈએમજી રિલાયન્સ અને ડી સ્પોટ્ર્સે પાકિસ્તાન સુપર લીગનું પ્રસારણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખલબલી મચી ગઈ છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટની ફક્ત ૭ મેચો રમાઈ છે. બે દિવસના બ્રેક પછી બુધવારથી ફરી મુકાબલા શરુ થઈ રહ્યા છે. જોકે મેચનું પ્રસારણ કેવી રીતે થશે તેના વિશે કોઈને કશું ખબર નથી.
રવિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે( પીસીબી) દાવો કર્યો હતો કે તેમની પાસે પ્લાન બી છે. પીસીબીએ કહ્યું હતું કે આઈએમજી રિલાયન્સ બાકી બચેલી પીએસએલ ૨૦૧૯ માટે અમારા સાથે પાર્ટનર બનવા ઉપલબ્ધ નથી. પીસીબીએ પોતાના બધા અધિકાર સુરક્ષિત કરી લીધા છે. પીસીબીની આશા છે કે અમારી પાસે પ્લાન બી છે અને અમે નવા પાર્ટનરની જાહેરાત કરવાનની સ્થિતિમાં આવી જશું.
જોકે પીએસએલના પ્રસારણને લઈને પીસીબીને પરસેવો છુટી ગયો છે. હજુ સુધી તેમને કોઈ બ્રોડકાસ્ટર મળ્યા નથી. પાકિસ્તાનમાં મેચના પ્રસારણ અધિકાર જિયો સુપર અને પીટીવી સ્પોટ્ર્સ ચેનલ પાસે છે. પણ મેદાનમાં કેમેરા કોણ લગાવશે અને સાથે મેચને પ્રોડ્યુસ કરશે તેની ખબર હજુ સુધી નથી.
છેલ્લા ૧૦ વર્ષોમાં પ્રસારણની ટેકનિક બદલી ગઈ છે. હવે મોટા સ્તરે નવા કેમેરા અને ટેકનિકથી મેચોનું પ્રસારણ કરવામાં આવે છે. ૨૦૦૯માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર હુમલા પછી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી થતી. આવા સમયે ત્યાં કોઈ મોટી કંપની નથી જે મેચોનું પ્રોડક્શન કરી શકે. આથી મેચ ઉપર બ્લેક આઉટનો ખતરો ઉભો થયો છે.