આઈસીસી ટેસ્ટ રેંકીંગઃ કોહલી નંબર ૧ બેટ્‌સમેન યથાવત

626

ડર્બન ટેસ્ટમાં ૧૫૩ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કુશલ પરેરાના ૫૮ સ્થાનનો ફાયદો થતા તે ૈંઝ્રઝ્ર ટેસ્ટ બેટ્‌સમેન રેન્કિંગમાં ૪૦માં ક્રમે આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ, દક્ષિણ આફ્રિકાના કગીસૉ રબાડાને પાછળ મૂકી વર્લ્ડ નંબર ૧ બોલર બની ગયો છે. કમિન્સ ગ્લેન મેક્ગ્રાથ પછી પહેલો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે જેણે પ્રથમ પ્રથમ ક્રમ હાંસિલ કર્યો હોય. મેક્ગ્રાથ ફેબ્રુઆરી ૨૦૦૬માં વર્લ્ડ નંબર ૧ બોલર હતો. રબાડા શ્રીલંકા વિરુદ્ધ ડર્બન ટેસ્ટમાં માત્ર ૩ વિકેટ ઝડપી શક્યો હતો.

બીજી તરફ સાઉથ આફ્રિકાનો કેપ્ટ્‌ન ફેફ ડુ પ્લેસીસે ૫૭ ટેસ્ટ રમ્યા પછી પહેલી વાર ટોપ-૧૦માં પ્રવેશ કર્યો છે. ડર્બન ખાતે ૩૫ અને ૯૦ રનની ઇનિંગ્સ રમનાર ડુ પ્લેસીસને ૭ સ્થાનનો ફાયદો થતા તે ૧૦મા ક્રમે આવી ગયો છે.

વિકેટકીપર બેટ્‌સમેન ક્વિન્ટન ડી કોક ૮મા ક્રમે યથાવત છે. દ.આફ્રિકાનો ફાસ્ટ બોલર દુઆને ઓલિવર ત્રણ સ્થાનના ફાયદા સાથે ૨૨મા નંબરે છે.

ભારતનો કેપ્ટ્‌ન વિરાટ કોહલી પોઇન્ટ ૯૨૨ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને અને ચેતેશ્વર પુજારા ૮૮૧ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે યથાવત છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમ્સન બીજા, ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ચોથા અને કિવિઝનો હેનરી નિકોલસ પાંચમા સ્થાને છે. તે ત્રણેયના અનુક્રમે ૮૯૭, ૮૫૭ અને ૭૬૩ પોઇન્ટ છે.

Previous articleશરમજનક રેકોર્ડઃ સ્કોટલેન્ડ વિરુદ્ધ ઓમાન માત્ર ૨૪ રન પર ઓલઆઉટ
Next articleઇશ્ક મે મર્જાવાના સેટ પર ઇજા થયા છતાં અભિનેતા અર્જુન બિજલાનીએ શૂટ પૂર્ણ કર્યું!