મનપા સ્થાઈ સમિતીએ ગાંધીનગર શહેરના વિકાસ કામોને મંજૂરી આપી

855
gandhi22122017-1.jpg

વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતાની સાથે જ ગાંધીનગર મનપાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરીથી એકવાર વિકાસ કામોને મંજુર કરી, શહેરી નાગરિકોની સેવામાં કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં આરસીસી રોડ બનાવવા, ટ્રેકટર તેમજ ડમ્પર જેવા જરૂરી વાહનો ખરીદવા અને ફાયર બ્રિગેડના મકાનને અદ્યતન બનાવવા માટે જરૂરી મંજૂરીઓ મેળવવા જેવા મહત્વના કામોને સરકાર દ્વારા મંજૂરી આપી હોવાનું સ્થાઈ કમિટીના ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું હતું. 
ગાંધીનગર મનપા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની વર્ષ ર૦૧૭-૧૮ માટે સરકારે ફાળવેલ રૂ. ૧૮ કરોડની ગ્રાન્ટ સામેના કામોની દરખાસ્તને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ સમક્ષ રજુ કરવા કમિશનર તરફથી આવેલ ભલામણ જોવાઈ તેને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ગાંધીનગર મનપા ખાતે એકઠા થયેલા ઘન કચરાના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માફરતે નિકાલ કરવા અંગે હાલના ઈજારાદાર એબેલોન કલીન એનર્જી લી.ની મુદત ર૭ મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થનાર હોઈ વધુ એક વર્ષ સુધી લંબાવવા અર્થે કમિશનર તરફથી આવેલ ભલામણ જોવાઈ તેને મંજૂર કરવામાં આવી હતી. ગાંધીનગર મનપાના ઈન્દ્રોડા અને બોરીજ ગામમાં આરસીસી રોડ બનાવવા માટેનું કામ અંગે અંદાજિત ભાવ રૂ. ૧,૦ર,૧૭,ર૬૧.૬૭ ની સામે ર૮.૦૧ % નીચું એલ-૧ ઈજારાદાર મૌલિક એન્ટરપ્રાઈઝના ભરાઈ આવેલ ભાવ રૂ. ૭૩,પપ,૪૦૬.૬૭ નું ટેન્ડર મંજૂર કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણ જોવાઈ તેને મંજૂરી આપી હતી. 
ગાંધીનગરના સેકટર – ર૪ અને સેકટર – ૧૩ ખાતે ધોબીઘાટ બનાવવા માટેની કામગીરી અંગે અંદાજીત ભાવ રૂ. ર૭,૩૮,૧૩૭.૭ર ની સામે ૧૭.૧૧% નીચા એલ-૧ ઈજારાદાર વૈલ્કિન કન્સ્ટ્રકશનના ભરાઈ આવેલ ભાવ રૂ. રર,૬૯,૬૪ર.૩૬ નું ટેન્ડર મંજુર કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણ જોવાઈ તેને પણ મંજૂર કરાયું હતું. 
મોજે પેથાપુર, તા. જી. ગાંધીનગરના સર્વે/બ્લોક નં. ૩૦પ૩ પૈકીની હે.આર.રે. ર૦-ર૩-પ૦ ચો.મી. (પ૦ એકર) લેન્ડ ફીલસાઈટ બનાવવા નીમ કરવાનો સરકારે હુકમ કરેલ છે. જેથી આ જમીનના રૂપાંતર કરના નાણાં સરકારમાં તેમજ પેથાપુર ગ્રામ પંચાયત ખાતે જમા કરાવવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણ જોવાઈ તેને મંજૂરી ઉપરાંત ગાંધીનગર મનપા વિસ્તારમાં આદીવાડા ગામે આર.સી.સી. રોડ બનાવવાના કામના ટેન્ડરમાં એકસ્ટ્રા એકસેસ મંજૂર કરવાનું પણ નકકી કરાયું હતું. 
ગાંધીનગર મનપા માટે ત્રણ નંગ નવા ફ્રાન્ટ એન્ડ બેક હો ટાઈપ મશીન ખરીદ કરવા અંગે અંદાજિત ભાવ રૂ. ૩૧,ર૦,૯૦૦/- પ્રતિ નંગની સામે ૧ર.ર૯% નીચા ભાવે રૂ. ર૭,૩૭,૬૦૦/- પ્રતિ નંગનું ઈજારાદાર મેસર્સ અમીન ઈકવીપમેન્ટ એલ. એલ. પી., અમદાવાદનું ટેન્ડર મંજૂર કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણ જોવાઈ તેને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ મનપા વિસ્તારનો સ્વચ્છ ભારત મિશનની ગાઈડ લાઈન તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અન્વયે બનાવેલ પ્રોજેકટ રિપોર્ટ મંજૂર કરી વધુ એક વખત નવા ટ્રેકટર, ડ્રોન વોટર ટેન્કર, ટ્રેલર અને એચ.સી.વી. માઉન્ટેડ વોટર ટેન્કર ખરીદ કરવા નિર્ણય લેવાયો હતો.

Previous articleપાટનગરમાં વાદળછાયુ વાતાવરણ બે દિવસ ઠંડી યથાવત રહેવા વકી
Next articleભુરખીયા મંદિરે નેત્ર-નિદાન કેમ્પ