દામનગરના ભુરખીયા હનુમાન મંદિર ખાતે સુદર્શન નેત્રાલય દ્વારા નેત્રનિદાન-નેત્રમણી આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૦૦ થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જ્યારે ૭૦ જેટલા દર્દીઓને ફ્રી નેત્રમણી સાથે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા સુદર્શન નેત્રાલયના નિષ્ણાંત તબીબો તથા ભુરખીયા મંદિરના ટ્રસ્ટી જીવનભાઈ હકાણી, માધવજીભાઈ સુતરીયા સહિતે જહેમત ઉઠાવી હતી.