ઇમરાન ખાન મસુદને પકડીને બતાવે : અમરિન્દરનો પડકાર

574

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના પુલવામા આતંકવાદી હુમલામાં પુરાવા માંગવા પર પંજાબના સીએમ અમરિંદર સિંહે જડબાતોડ જવાબ આપ્યો છે. અમરિંદરે ઇમરાનના નિવેદનની થોડીક જ મિનિટોમાં ટ્‌વીટ કરી કહ્યું કે આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે અને ઇમરાન તેને પકડીને દેખાડે. અમરિંદરે કહ્યું કે મુંબઇમાં થયેલા ૨૬/૧૧ આતંકી હુમલાના પણ પુરાવા આપ્યા હતા. અમરિંદરે ટ્‌વીટ કરી કહ્યું કે તમારી પાસે જૈશ ચીફ મસૂદ અઝહર છે અને તે બહાલવપુરમાં છે. તેઓ ૈંજીૈંની મદદથી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. જાઓ તેને ત્યાંથી પકડો. જો તમે ના પકડી શકતા હોવ તો અમને કહો અમે તમારા માટે આમ કરીશું. અને હા, મુંબઇમાં ૨૬/૧૧ હુમલાના પુરાવાનું શું થયું, જે બોલો છો તે કરીને દેખાડો.

Previous articleબેંગ્લોર એર શો : બે વિમાન આકાશમાં જ ટકરાતા આગ
Next articleભારત હુમલો કરશે તો અમે પણ જવાબ આપશુ : ઇમરાન ખાન