રાજુલા તાલુકાના બારપટોળી ગામે કરોડો રૂપિયાની માટી ચોરી ઉપર ડેપ્યુટી કલેક્ટર ડાભી ત્રાટક્યા હતા. ગામના ગાયોના ગૌચરને ભૂમાફીયાએ ન મુક્યા નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરની એગ્રો કંપની સામે એક્શન રીપોર્ટ કરી ખાણખનીજને જાણ કરાઈ હતી.બાબરીયાવાડમાં નેશનલ હાઈવે ઉપર બાજનગર રખાઈ રહી છે.
રાજુલા-જાફરાબાદ તાલુકામાંથી બનતો નવો નેશનલ હાઈવે ફોરટ્રેક રોડમાં જોઈતું તમામ માટી પથ્થરનું મટીરીયલ તેની એગ્રો કંપનીના કોન્ટ્રાક્ટરને ક્યાંથી લાવવી ? અને શરૂ થયા કરોડો રૂપિયાની રાજુલા-જાફરાબાદ તાલુકાની ખનીજ સંપતિના કૌભાંડો જેમાં ગઈકાલે પ્રાંત અધિકારીને અનેકવાર જનતા દ્વારા ફરિયાદો થતી હતી પણ જ્યારે પૂર્વ સરપંચ હરસુરભાઈ લાખણોત્રા દ્વારા જ્યારે પ્રાંત અધિકારીને આધાર પુરાવા સાથે ફરિયાદ થઈ ત્યારે ખુદ ડાભી સાથે રેવન્યુ ટીમ સાથે દરોડો પાડતા ગેરકાયદેસર ચાલતા આ ભૂમાફીયાના કૌભાંડને પકડી પાડી કામો સ્થગીત કરાવી ખોદકામ કરતા સંખ્યાબંધ હીટાચી ટ્રકોને કબ્જે કરી સામાન્ય માણસોના એકલ દોકલ ટેકેદારોને પકડી પાડી મોટો મીર માર્યો હોય તેવા ફાંકા મારતા તંત્રને શું આવા જબ્બરદસ્ત કૌભાંડો નથી દેખાતા ? પણ આવા તો પુરાવા છે. આ બાબતે ખુદ ડાભીએ કરોડો રૂપિયાની માટી કૌભાંડનો ફોટા સાથે રીપોર્ટ તૈયાર કરી ખાણખનીજ વિભાગના અધિકાર વાઈ.સી. પટેલને મોકલતા વાઈ.સી. પટેલના નિવેદનમાં જણાવેલ કે મારી પાસે અન્ય જિલ્લાના ચાર્જ હોવાથી આ બાબતની ફરિયાદો હોવા છતાં તપાસો થઈ શકી નથી પણ અમારી ટીમને બારપટોળી ગામે ચાલતા કૌભાંડ સ્થળે મોકલું છું અને તે ગેરકાયદે માટી ઉપાડાતી હશે તો કોઈની શરમ ભરવામાં નહીં આવે તેમજ ખાણખનીજ વિભાગ પર આંગળી ચિંધાય છે કે આ કામ રેવન્યુને ન છુટકે કરવું પડે છે.