આવતીકાલે તા. ર૦-ર-૧૯થી શરૂ થતો માધ માસનો કૃષ્ણપક્ષ (સંવત ર૦૭પ શાકે ૧૯૪૦ વસંત ઋતુ) તા. ૬-૩-૧૯ના રોજ અમાવાસ્યાને દિવ્સ પુરો થશે. જયારે ઉત્તરભારત, વ્રજ તથા રાજસ્થાનમાં પુર્ણિમાન્ત એટલે કે પુનમ પછી નવો માસ શરૂ થતો હોવાથી ત્યા ફાલ્ગુન માસ શરૂ થઈ જશે.!!
દિન વિશેષતાની દ્રષ્ટિએ જોતા તા. ર૦ ગુરૂપ્રતિપદા તા. રર સંકષ્ટ ચતુર્થી (ચન્દ્રદય ક. ર૧ મિ. ૩૭) મોઢેરામાં મોઢેશ્વરી – માતાનો પાટોત્સ્વ તા. ર૩ પાંચમનો ક્ષય તા. રપ નાથાદ્વારામાં શ્રીનાથજીનો પાટોત્સ્વ, તા. ર૬ કાલાષ્ટમી તથા અષ્ટકા શ્રાધ્ધ, તા. ર૭ અન્વષ્ટકા શ્રાધ્ધ, તા. ર૮ દશમી વૃધ્ધિતિથિ, તા. ૦૧ સ્વામી દયાનંદ સરસ્વતી – જયંતિ , તા. ર વિજયા-એકાદશી, તા. ૦૩ શ્રવણ ઉપવાસ – પ્રદોષ, તા. ૪ મહાશિવરાત્રી, તા. ૬ દર્શ અમાવાસ્યા છે.
આ પક્ષમાં વિંછુડો તા. રપ (ક. ૧૬ મિ. ૦૩)થી તા. ર૭ (ક. ર૪ મિ. ૪૭) સુધી છે. પંચક તા. ૪ (ક. રપ મિ. ૪પ) થી તા. ૦૯ માર્ચ (ક.રપ મિ. ૧૯) સુધી રહેશે.
ગ્રામ્ય જનતા તથા ખેડુત મિત્રોને હળ જોડવા તા. ર૦- ર૧ – ર૪- રપ ફેબ્રુઆરી તથા ૦૩ – ૦૪ માર્ચ શુભ છે. બાજરી, જુવાર, રજકો તથા તમામ પ્રકારના ઉનાળુ શાકભાજીની નવી વાવણી માટે તા. ર૦- ર૧ – ૦૩ -૦૪ ઉત્તમ છે. આજની કાપણી, લણણી, નિંદામણ માટે તા. ર૦ – ર૪ તથા ૦૩, તથા માલ વેચાણ માટે તા. ર૦ – રપ શ્રેષ્ઠ છે. ખાસ કરીને માલની ખરીદી, ઘર – ખેતર- ભુમિની લેવડ-દ્યેવડ તેમજ થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ કરવા માટે આ પક્ષમાં કોઈ સંતોષકારક મુહુર્તો આવતા નહિં હોવાથી તે પ્રકારના કાર્યો મુલતવી રાખવા સલાહ છે.
આ પક્ષમાં ગ્રહગોચર- ભ્રમણ જોઈએ તો સુર્ય કુંભરાશિમાં, મંગળ મેષ રાશિમાં, બુધ કુંભ રાશિમાં (તથા મીનમાં), ગુરૂ વૃશ્વિકમાં, શુક્ર ધન-મકરમાં, શનિ ધનમાં, રાહુ કર્માં તથા કેતુ મકરરાશિમાં ભ્રમણ કરે છે. જયારે ચન્દ્ર સિંહથી કુંભ રાશિ સુધીનું પોતાનું ભ્રમણ પુર્ણ કરશે. મંગળ સ્વગૃહી તથા બુધ નીચ બને છે. બુધની સ્થિતિ સુર્ય્થી અતિશય નજદીક છે. ખગોળ રસિકોને તા. ર૭ ચંન્દ્ર- ગુરૂ, તા. ૧૦ ચંદ્ર – શનિ તથા તા. ૦૩ ચંદ્ર – શુક્રની યુતિનિહાળવામાં જરૂર રસ પડશે.
આ દિવસો સિંહ (મ-ટ), કર્ક (ડ-હ), મિથુ (ક-છ-ધ) તથા વૃષભ (બ-વ-ઉ) માટે શ્રેષ્ઠ હોવાથી ઈચ્છિત સફળતા, સુખ, ઉન્નતિ, તથા સંતોષનું સુચન કરે છે.
મેષ (અ-લ-ઈ), કુંભ (ગ-શ-સ), ધન (ભ-ધ-ફ) તથા તુલા (ર-ત) માટે મધ્યમ હોવાથી વાદ વિદા, અકળામણ, અસ્વસ્થતા, તથા નિર્ણયોમાં દ્વિધા અનુભવાય.
મીન (દ-ચ-જ-થ), મકર (ખ-જ), વૃશ્વિક (ન-ય), તથા કન્યા (પ-ઠ-ણ) માટે સામાન્ય પ્રકારના હોવાથી તેમને હાનિ, દુઃખ, મહેનત, સંઘર્ષ, મનોવ્ય્થા તથા ગુપ્તચિંતાનું વાતાવરણ સુચવે છે. પોતાને મુંઝવણી નાની – મોટી અંગત સમસ્યાઓ તથા મુંઝવણ માટેના સમાધાન માટે વાચક ભાઈ-બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર જરૂર સંપર્ક કરી શકશે. તેમની મુંઝવણના ઉપાય સુચવવામાં આવશે.
લગ્ન સિઝન ચાલુ છે. તા. ર૧- રર – ર૪ – ર૬ ફેબ્્રુ. તથા ૩ માર્ચ, ઉપનયન માટે તા. ર૧, વાસ્તુ માટે તા. ર૧ ફેબ્રુ તથા કળશ સ્થાપન માટે તા. ર માર્ચ શ્રેષ્ઠ છે. તા. ૧૪-૦૩ થી તા. ર૧-૦૩ હોળાષ્ટક તથા તા. ૧પ-૦૩ થી તા. ૧૯-૦૪ મીનારબના કમુહુર્તા હોવાથી જેમાં સૌરાષ્ટ્ર- ગ ુજરાત – રાજસ્થાનમાં લગ્ન કે અન્ય માંગલિક પ્રસંગો ઉપર બ્રેક આવી જશે. મતલબ કમુર્હુતા ના આ દિવસો દરમ્યાન માંગલિક પ્રસંગો વજ્રર્ય ગણાય છે.