શાકભાજી- કચુંબરો (સલાડસ) અને આરોગ્ય

783

ખોરાકના મુખ્ય છ ઘટકો છે. કાર્બોહાઈડ્રેુટ, પ્રોટીન, ચરબી, વિટામીન્સ, ખનીજ તથા પાણી. જુદા જ ુદાં ઘટકોના કાર્યો જુદાં જુદાં છે. આમાના વીટામીન્સ (પ્રજીવકો) તથા ખનીજ શરીરની રક્ષણાત્મક પ્રવૃત્તીમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ઘટકો મુખ્યત્વે શાકભાજીત થા કચુંબરો (સલાડસ)માંથી મળે છે. માટે રોજ બરોજના આહારના તેને યોગ્ય માત્રામાં સ્થાન આપવું જોઈએ. તેની ખામીને કારણે શરીરમાં વિવિધ વ્યાધિ જોવા મળે છે. ગોળી, કેપ્સ્યુલ કે સીરપના રૂપમાં મળતા પ્રજીવકો અને ાક્ષરોની ગુણવત્તા કુદરતી રીતેશ ાકભાજીમાં મળતા પ્રજીવકો તથા ક્ષારો કરતા ઉતરતી કક્ષાના હોય છે. માટે રોજની એક બે ગોળી લઈ લેશું. રોજરોજ શાકભાજી સલાડની માથાકૂટ શું કરવી ? એ વૃત્તિ ટાળવી જોઈએ.

વળી, શાકભાજીના રેસાઓ પાચનતંત્રને મદદ કરવા ઉપરાંત કબજીયાત થતી અટકાવે છે, મુખ્યત્વે શાકભાજીના બે પ્રકારો છે. લીલાં પાંદડાવાળી શાધકભાજી જેવી કે પાલક, તાંદળજો, મેથી વગેરે, તથા ઘેરા પીળા રંગના શાક તથા અન્ય સ્ટાર્ચયુકત જેવા કે ડુંગળી, લસણ, કોબીજ વગેરે.

લીલા બિયા અને વટાણાં :- જેમાં ફોલીક એસીડ નામું પ્રજીવનક તથા ઝીંક અને મેગ્નશ્યિમ ક્ષારો હોય છે.

શાકભાજી, વટાણા વગેરે કુદરતી રૂપમાં ખાવાથી ઉત્તમ સ્વ્સ્થ્‌ય અર્પે છે. રાંધતી વખતે બફાઈ શકે તેટલું જ પાણી નાંખવું જેથી પોષક તત્વો નાશ ન પામે અને રાંધ્યા પછી તેનો ઉપયોગ તુરત કરવો. સલાડ, શાકભાજી વિ.ને સ્વચ્છ પાણીથી બરાબર સાફ કરવા. જેથી કૃમિ, મરડો વગેરે રોગો ન થાય.

ઉપર જણાવ્યા તે ફાયદા ઉપરાંત સલાડત થા શાકભાજી, યકૃત, મૂત્રપિંડ, મગજ વગેરેના કાર્યમાં પણ ઉપયોગી છે. કેટલાંક ક્ષારો હૃદયના કાર્ય માટેઘ ણાં મહત્વના છે. જુદાં જુદાં શાકભાજી વિષે ટુંકમાં જોઈએ.

(૧) ટમેટા : પોષક તત્વોની દ્રષ્ટિએ ઉત્તમ છે. વિટામીન સી પુષ્કળ છે, સંતરા કરતા પણ વધુ, સફરજન તથા કેળામાં હોય તેના કરતા વધુ માત્રામાં કેલ્શીયમ ક્ષાર હોય છે. પ્રજીવક બી પણ હોય છે. વિટામીન એ પણ હોય છે. લોહતત્વ હોવાથી લોહીને લાલ બનાવે છે. ટમેટાને ગરમ કરવાથી વિટામીન સીનો નાશ થાય છે. અપચો તથા કબજીયાત દુર કરવા તાજા પાકા ટમેટા ખુબ ઉપયોગી છે.

(ર) મેથીની ભાજી : કબજીયાત દુર કરે છે. તેથી હરસવાળા દર્દી માટે ઉપયોગી છે. તેમાં લોહ તથા વિટામીન એ અને બી છે. સગર્ભાવસ્થામાં ખુબ ફાયદાકારક છે.

(૩) પાલકની ભાજી : મુખ્યત્વે લોહ પ્રચુર માત્રામાં છે. આગળ જણાવ્યા મુજબ પાંડુરોગમાં થોડી મદદ કરે છે. અન્ય ખનીજો ઉપરાંત પ્રજીવક એબીસી અને ઈ હોય છે.

(૪) તાંદળની ભાજી : લોહ તત્વ ઘણું હોવાથી પાંડુરોગ ખુબ જ ઉપયોગી છે. કબજીયાત દુર કરે છે. લોહ ઉપરાંત વિટામન એ, બી સી હોય છે.

(પ) રીંગણા : લોહ તથા ફોસ્ફર ઉપરાંત વિટામીન બી અને સી હોય છે.

(૬) મોથમીર : વિટામીન એ.બી.સી. હોવા  ઉપરાંત લોહ તત્વ ઘણા પ્રમાણમાં હોય છે.

(૭) કોબીજ : મોટાભાગના ખનીજો તેમા હોય છે. ખાસ કરીને કેલશ્યમ, ગંધક, તાંબુ, લોહ, ફોસ્ફરસ તથા આયોડીન હોય છે. એ, સી તથા બી  વિટામીક (બી-૧ બી-ર) હોય છે. કોબીજ આંતરડામાં રહેલા નુકશાનકારક જીવાણુંની વૃધ્ધિ અટકાવે છે.

(૮) કોબી ફલાવર : ગંધક તથા કેલ્શીયમ ઘણું હોય છે. લોહ પણ છે. કોબીજમાં રહેલ બધાં જ પ્રજીવકો પણ તેમાં હોય છે.

(૯) દુધી : સુપાચ્ય શાક છે. તેમાં લોહ-કેલ્શીયમ તથા ફોસ્ફર હોય છે.

(૧૦) વટાણા : કેલ્શ્યમ તથા લોહ તેમાં હોય છે. વિટામીન બી કોમ્પલેક્ષનો ફોલીક એસીડ ફેકટર પણ છે. તેમાંથી લોહી બને છે. જે પાંડુરોગ દુર કરવામાં મદદૃરપ છે. મેગ્ન્શીયમ તથા ઝીંક પણ છે.

(૧૧) મુળા : તેમાં કેલ્શ્યમ, ફોસ્ફરસ, લોહ, તથા વિટામીન બી તથા સી છે. સલાડ તરીકે ઘણાં ઉપયોગી છે. હરસમાં ફાયદાકારક છે. પેશાબ સાફ લાવે છે. કબજીયાત દુર કરે છે.

(૧ર) ગાજર : વિટામીન એ પુષ્કળ હોવાથી આંખ માટે ફાયદાકારક છે. રોગ પ્રગતિકારક શક્તિ વધારે છે. ગાજરનો રસ યુરીક એસીડ દુર કરે છે. તેથી ગાઉટમાં મદદરૂપ બને છે.

(૧૩) લસણ : તેમાં રહેલ વોલેટાઈલ ઓઈલમાંનું ગંધક રોગ પ્રતિકારક અને જીવાણુનાશક શક્તિ ધરાવે છે. તે લોહીમાંની ચરબી ઘટાડવાની શક્તિ ધરાવે છે. લોહીમાં ચરબી (કોલેસ્ટેરોલ) વગેરે ઘટાડી હૃદયરોગના હુમલા સામે તથા લોહીના ઉંચા દબાણ સામે રક્ષણ આપે છે. તેમાં કેલ્શ્યમ, ફાસ્ફરસ, આયોડી વગેરે ખનીજો તથા વિટામીન એ.બી.સી. હોય છે.

(૧૪) કાચા પપૈયાનું સલાડ : તેમા વિટામીન એ પુષ્કળ હોય છે. પોટેશીયમ તથા કેલ્શીયમ પણ હોય છે.

(૧પ) લીલાં મરચા : વિટામીન ડી તથા લોહ તત્વ ધરાવે છે.

જુદાં જુદા સલાડ જેવા કે કાંદા, ટામેટા, કાકડી, મુળા, ગાજર, આર્યા વગેરે કાચા સમારીને વધુ પ્રમાણમાં ખાવાથી, મેદ ઘટે છે અને ભુખ સંતોષાય છે. જેથી આહાર એટલો ઓછો લેવાય છે.

આહારસંશોધકોએ ખાસ નોંધ્યું છે કે આપણા ખોરાકમાં કેલ્શ્યમ, ફોસ્ફરસ, લોહ વગેરેની ખામી હોય છે,આ ખનીજો (મીનરલ્સ) અથવા ક્ષારો ખાસ કરીને સ્ત્રીઓ તથા બાળકો માટે વધુ જરૂરી હોય છે. જેશ ાકભાજીતથા સલાડમાંથી મેળવી શકાય છે. માટે ઋતુ-ઋતુના શાકભાજી (જે પ્રમાણમાં સસ્તા પણ પડે છે.) તથા કચૂબરો (સલાડ)નો રોજબરોજના આહારમાં ઉપયોગ ખૂબ જ જરૂરી છે.

જમતી વખતે આટલું જરૂર યાદ રાખો

આરોગ્યની જાળવણી માટે આહાર ખુબ અગત્યની બાબત છે. ભોજન કરવાની કળા શીખી લેવી જેવી છે. જેને કારણે ભોજનના સ્વાદની સાથે તન અને મન દુરસ્તી પણ સ્વાદિષ્ટ બની શકે.

(૧) ભોજન દરમ્યાન ઉગ્ર તથા ચિંતાજનક વિચારો તથા વાતો ન કરવી જોઈએ. ખોટી ચર્ચા, દલીલો વગેરે ટાળવા. (ર) બની શકેતો જમતા-જમતા બોલવું જ નહીં. (૩) ખોરાક બરાબર ચાવી ચાવીને જ ખાવો. (૪) ભોજન કરતાં પહેલા હાથ બરાબર સાફ કરવા, મોં બરાબર ધોવું અને કોગળા બરાબર કરી મોં સાફ કરવું. ઉપર જણાવ્યા મુજબ મનનાં વિચારો પણ સ્વચ્છ કરીને પછી જ જમવાં બેસવું. (પ) ભોજન કરતા કરતા વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પીતા રહેવું. (૬) કોળીયા નાના લેવા અને ધીમે-ધીમે જમવું, ઝડપથી જમવાની અને મોટા મોટા કોળીયા લેવાની ટેવ નુકશાનકર્તા (૭) ભોજન તાજું, સ્વચ્છ અને ગરમાગરમ હોય ત્યારે જમવું લાભકર્તા છે. (૮) ભુખ કરતાં થોડું ઓછું જમવું. (૯) જમ્યા પછી ખુબ જ સારી રીતે કોગળા કરી દાંત તથા મોં સાફ કરવા. (૧૦) જમ્યા પછી તુરંત પરિશ્રમ કરવાને બદલે થોડો આરામ (વામકુક્ષી) કરવાની ટેવ પાડવી.

Previous articleગુજરાત બજેટ : રાહતોના અમીછાંટણા
Next articleઆજથી શરૂ થતા માધ માસમાં કૃષ્ણ પક્ષના પખવાડિયાના દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ – વિવરણ