શ્રીધામ ગોવર્ધન, વૃંદાવન ખાતે પોષ સુદ-૮ને મંગળવાર તા.ર૬-૧ર-ર૦૧૭ થી પોષ સુદ ૧૧ાાને શનિવાર તા.૩૦-૧ર-ર૦૧૭ સુધી વૃંદાવન ધામ ખાતે પાંચ દિવસીય અતિ વિષ્ણુ મહાયજ્ઞનું દિવ્ય અને ભવ્ય આયોજન ભાવનગરના અધેવાડા સ્થિત શિવકુંજ માનસ પરિવાર દ્વારા, પ.પૂ.સીતારામબાપુના સાનિધ્યમાં તેમની પ્રેરણા અને આશિર્વાદ સાથે યોજાયેલ છે.
આ પવિત્ર યજ્ઞકાર્ય માટે કાર્ષ્ણિ આશ્રમ, પં.ગયા પ્રસાદજીની સમાધિ સામે, શ્રીધામ ગોવર્ધન, વૃંદાવન (યુ.પી.) ખાતે વિશાળ યજ્ઞમંડપ તૈયાર થયેલ છે, જેમાં ૪ર યુગલો દ્વારા દેવપૂજન અને હવન થશે, ૧૦૮ બ્રાહ્મણો દ્વારા સવા લાખ પુરૂષ સુક્તના મંત્રોના પાઠ કરી આહુતિઓ અપાશે. આ પંચદિવસીય દિવ્ય યક્ષમાં ૩ર મણ તલ, ૮ મણ જવ અને હુતદ્રવ્યો સાથે ૩પ૦ મણ કાષ્ટનો ઉપયોગ થશે.
આ કાર્યમાં દેવસેવા સાથે જીવનસેવાના મંત્રને ચરિતાર્થ કરવા વૃંદાવન ખાતે વિધવા આશ્રમોમાં રહેતી પ,૦૦૦ વિધવા બહેનોને સાડી દાન પ.પૂ.સીતારામબાપુ તથા સંતોના હસ્તે અર્પણ કરવાનું આયોજન થયેલ છે.
યજ્ઞદર્શન, વેદ મંત્ર શ્રવણ અને સંતદર્શનની ત્રિવેણીમાં સંત શરણાનંદજી, પ.પૂ. સંત મહામંડલેશ્વર વિશ્વેશ્વરાનંદજી મહારાજ (મુંબઈ), સંત જ્યોર્મિયી માં, સનાતન આશ્રમ, બાઢડા, સંત ઉષામયીમાં શિવદરબાર આશ્રમ, કાનાતળાવ, સંત શૈલેષાનંદજી મહારાજ આશિર્વાદનો તથા શિવકુંજ આશ્રમ, અધેવાડાના રામેશ્વરાનંદમયી મા અને વરૂણાનંદમયી માના સંતવાણીનો લાભ મળશે. સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ધર્મક્ષેત્ર ગોપનાથ મહાદેવ ખાતે બે વર્ષ પહેલા શ્રીનાથજી પ્રભુના યજમાન પદે યોજાયેલ અતિ રૂદ્ર મહાયજ્ઞ બાદ હરિહરમિલન જેવા આ દિવ્ય પ્રસંગ ખરેખર આજના સમયની એક અલૌકિક ઘટના છે. આયોજક પરિવાર શિવકુંજ માનસ પરિવાર મુંબઇ-ભાવનગર-સુરત-જાળીયા તળાજાના સદસ્યો જહેમત લઈ રહ્યાં છે. યજ્ઞના આચાર્ય પદે મુંબઈના પંડિત સુશીલભાઈ શાસ્ત્રી અને પંડિત અશોકકુમાર મિશ્રા રહેશે.
Home Uncategorized સીતારામબાપુ પ્રેરિત શિવકુંજ માનસ પરિવાર દ્વારા વૃંદાવન ખાતે અતિ વિષ્ણુ મહાયાગ યોજાશે