જાફરાબાદ કે.પી.મહેતા વિદ્યાલયમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓને વિદાય અપાઈ

700

જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત પર્વ (વિદાય સમારંભ)ની ઉઝવણી કરવામાં આવી હતી. જે અન્વયે સૌપ્રથમ સંસ્થાના નિયામક ઠાકોરદાસ રામાનંદી, અશોકભાઈ પ્રજાપતિ, કૃષ્ણપ્રસાદ જાની, ગૃહભાતા ભરતભાઈ વેગળ, શાળાની શિક્ષિકા બહેનો તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થી ભાઈ-બહેનનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદાય લઈ પ્રતિભાવો રજુ કરેલ ઉપરાંત ચાલુ શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. વિદાય લઈ રહેલા બાળકો દ્વારા શાળાને સ્મૃતિ ભેટ અર્પણ કરી શાળા પ્રત્યેના સદભાવનાની લાગણી દર્શાવેલ.

Previous articleરાણપુર સ્વામી નારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાયો
Next articleધંધુકા હેલ્થ કચેરી દ્વારા સીઝનલ ફલુ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ