જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જુના રતનપર શાળાની વિજ્ઞાન કૃતિ વિભાગ-૧ને બગદાણા ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મળતા હવે રાજ્યકક્ષાના પ્રદર્શનમાં સહભાગી બનશે. એસએમસી અધ્યક્ષ, સરપંચ અને શાળા પરિવારે બાળકોની સિધ્ધિને ઈનામો આપીને બિરદાવી હતી.