સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત કેદારનાથ જયોર્તિલીંગ રથયાત્રા દ્વિતિય દ્વાદશ જયોર્તિલીંગ સમારોહ – ર૦૧૯ અન્વયે કાઢવામાં આવેલી કેદારનાથ જયોર્તિલિંગ રથયાત્રા આજે ભાવનગર આવી પહોંચી હતી. તપસીવાયુની વાડીએથી પ્રસ્થાન થઈને ખોડીયાર મંદિર, સિંધુનગર, શિવાજીસર્કલ, ભગવાનેશ્વર મંદિર, સુખનાથ મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જેમાં ઠેર-ઠેર લોકોએ પુજન-અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો.