ગારિયાધાર તાલુકા વેળાવદર ગામે દિવગંત સાધુ શાતિરામજીની પુણ્યતિથિમાં સંતમેળો અને ભદ્રોત્સવનું આયોજન રવિવારના રોજ સંપન્ન થયું.
સતસભામાં ઉદબોધન કરતાં પૂ.મોરારિબાપુએ જણાવ્યું સાધુ એક દ્રષ્ટા છેે. તે પ્રકારો વિવિધ સ્વરૂપે પ્રગરે છે. આપણી આ પરંપરામાં કબીર, તુલસી જેવી મહાવિભુતીઓનું અવતરણ થયુ સમયે સમયે તેવી ચેતનાઓ પ્રગટતી રહે છે. સાધુની વાણી ચાર પ્રકારની દ્રષ્ટિ છે. આજે પણ ગામ જગતમાં સાધુતાનો માહ છે. હનુમાનજી કેવલ સાધુ છે. અને તે વર્ણ પરંપરાથી પર છે. સાધુ રામનામ બીજ મંત્ર જપે છે. તેથી કરૂણા ભજનમાં કેન્દ્રીત છે. કાશ્મીરમાં જે આપણા જવાનો શહિદ થયા છે. તેને આ સાધુમંચ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પે છે. અને રાષ્ટ્રહિત સચવાય તથા સમગ્ર ભારત વર્ષ ઈચ્છે તેવા પગલાં ભરવામાં આવે તેવી પણ લાગણી વ્યક્ત કરે છે. વેળાવદર ગામના હાજી સતારભાઈ શિવને જલાભિષેક કરે છે તે જાણીને હું રાજી થયો આજે પણ ગામડુ સેતુબંધ છે કાબાએ જાણે કૈલાસ જવાનો સાદ કર્યો હતો આવી એકતા કાયમ જાળવી રાખજો. આ પાવન પ્રસંગે સંતો મહાવીરદાસબાપુ, ઘનશ્યામ સંત બાપુ, હિંમત રામબાપુ, જસુબાપુ વગેરેની પ્રેરક ઉપસ્થિતીમાં હતી સભાનું સંચાલન અમૃતવેલ ખોડિયાર મંદિરના પુજારી રાજુભાઈ મહેતાએ કર્યુ હતું.
પુ.મોરારિબાપુએ પત્રકાર શિક્ષણકાર તખુભાઈ સાંડસુરના નિવાસસ્થાને પધારીને ભાવવંદના સ્વીકારી હતી.