દારૂ-બિયર ભરેલી બિનવારસી કાર સિહોર પોલીસે ઝડપી લીધી

756
bvn22122017-4.jpg

સિહોર પોલીસે ગઈકાલે મોડીરાત્રિના પૂર્વ બાતમીના આધારે જાંબાળા નજીકથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલી બિનવારસી કાર ઝડપી લીધી હતી અને ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.ર૧-૧ર-૧૭ના રોજ રાત્રે ૧-૧પ કલાકે સિહોરથી ૮ કિ.મી. દુર જાંબાળા પાસે વાડીના રસ્તે એક ફોરવ્હીલ કાર પડી હોવાની બાતમી મળતા સિહોર પોલીસ સ્થળ પર પહોંચી હતી ત્યારે આ બંધ કારમાં તપાસ કરતા ટાટા ઈન્ડીગો કાર નં.જીજે૦પ સીડી ૧૦પ૯ જોવા મળેલ તથા કારની અંદર અલગ-અલગ કંપનીની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ તથા બિયર ટીન ૪૮ મળી આવતા કાર તથા મુદ્દામાલ કબ્જે લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ ત્યારે ૧ લાખની કાર તથા ૩૪૮૦૦ના બિયર તથા દારૂની કિંમત થઈ કુલ ૧૩૪૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ ત્યારે આ બિનવારસી કાર કોની આરોપી કોણ તે જાણવા મળેલ નથી. આરોપીને ઝડપી લેવા સિહોર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleચોરી કરેલ મોટરસાયકલ સાથે વડીયા ગામના શખ્સને ઝડપ્યો
Next articleનંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં બાલોત્સવ-શૈક્ષણિક પ્રદર્શનનો પ્રારંભ