ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશ સામેની ડુનેડિન ઓવલ ખાતેની છેલ્લી વનડે ૮૮ રને જીતી હતી. આ સાથે કિવિઝે બાંગ્લાનો ૩-૦થી વાઈટવોશ કર્યો હતો. ૩૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, સબ્બીર રહેમાનની મેડન સદી છતાં બાંગ્લાદેશ ૨૪૨ રનમાં તંબુ ભેગું થયું હતું. ટિમ સાઉથીએ ૬ વિકેટ લઈને કિવિઝની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટે ૨ વિકેટ અને કોલીન ડી ગ્રાન્ડહોમે ૧ વિકેટ લીધી હતી. અગાઉ પહેલી બેટિંગ કરતા કિવિઝે રોસ ટેલર (૬૯), હેનરી નિકોલસ (૬૪) અને ટોમ લેથમ (૫૯)ની અર્ધસદીની સહાયથી ૬ વિકેટ ગુમાવીને ૩૩૦ રન કર્યા હતા.
રોસ ટેલરે કિવિઝ માટે વનડેમાં સૌથી વધુ (૨૦)સદી અને (૪૭)અર્ધસદી ફટકારી છે. આજની મેચમાં તે ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બની ગયો છે.
તેણે ૭૯૫૭ કરિયર રન સાથે દિવસની શરૂઆત કરી હતી. તેણે ૬૪ રનની ઇનિંગ્સ રમીને ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટ્ન સ્ટીફન ફ્લેમિંગને પાછળ રાખી દીધો છે.
ફ્લેમિંગે કિવિઝ માટે ૨૬૮ ઇનિંગ્સમાં ૩૨.૪૧ની એવરેજથી ૮૦૦૭ રન કર્યા હતા. ટેલરે ૨૦૩ ઇનિંગ્સમાં ૪૮.૩૪ની એવરેજથી ૮૦૨૬ રન કર્યા છે.૪.ટેલર સૌથી ઝડપી ૮ હજાર રન કરનાર બેટ્સમેનની સૂચિમાં વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને સૌરવ ગાંગુલી પછી ચોથા સ્થાને છે.
ટેલરે મેચ પછી કહ્યું કે, ” જે રીતે પ્રેક્ષકોએ મારા માઈલસ્ટોનને વધાવ્યો હતો, તે માટે હમ્બલ ફીલ કરું છુ.”