‘સૌનો સાથ સૌનો વિકાસ’માં માઇનસ દલિત, આદિવાસી અને મુસ્લિમઃ મેવાણી

687

વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત ભાજપ સરકાર પર અનેક પ્રહાર કર્યા છે. તેમણે આભડછેટ, દલિતોને જમીન અને થાનગઢ રિપોર્ટ અંગે વાત કરી છે.

જિગ્નેશ મેવાણીએ ગુજરાત ભાજપ સરકારને આભડછટ અંગે પ્રહાર કરતાં જણાવ્યું કે, ’આજે મેં ગુજરાતની ભાજપ સરકારને ચેલેન્જ આપી કે ગુજરાતનાં ૧૫૮૯ ગામમાં ૯૮ પ્રકારની આભડછેટ જોવા મળે છે. જો તમારી સરકાર સામાજિક ન્યાય આપવા માંગતા હોવ તો આ આભડછેટ કરનારા તમામ સામે લાગુ પડતી કલમ અંતર્ગત ગુનો દાખલ કરો. આ મુદ્દે ભાજપની સરકાર અને નીતિન પટેલે મૌન ધારણ કર્યું. આપણે મંગળ પર પાણી છે કે નહીં તે જાણવાની ટેકનોલોજી વિકસાવી પરંતુ એકપણ દલિત સમાજનાં લોકોને ગટરની અંદર ન ઉતરવું પડે તેવી કોઇ ટેક્નોલોજી શોધી શકતા નથી. તે પર પણ ગુજરાત ભાજપે મૌન ધારણ કર્યું.’

મેવાણીએ અન્ય પ્રહાર કરતા જણાવ્યું કે, ’ઉનાનાં પીડિતોને સામે ચાલીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રોમિશ આપ્યું હતું કે આ પીડિત પરિવારને સરકારી નોકરી મળશે, તેમના ખેતી કરવા માટે જમીનની ફાળવણી થશે, ગામનો વિકાસ કરીશું. આ ત્રણેવમાંથી એકપણ માંગણી હજી સુધી સંતોષાઇ નથી. જ્યારે બીજી તરફ ઉનાનાં પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખવો પડ્યો કે અમને જીવન ટૂંકાવી દેવાની મંજૂરી આપો કારણ કે ગુજરાતની સરકારે તેમનું એક પણ વચન પાડ્યું નથી.’

Previous articleઅલ્પેશની વરાછા પોલીસે ધરપકડ કરી, કોર્ટમાં જતા બોલ્યો : ‘જનતા કહેશે તો ચૂંટણી લડીશ’
Next articleકન્યા છાત્રાલયમાં થોડી પણ કચાશ રાખશો તો અધિ.ઓને નહીં છોડું : મનસુખ વસાવા