ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય સત્ર ચાલુ રહ્યું છે. ત્રીજા દિવસે ગૃહમાં બીજી બેઠકમાં બુધવારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભૂક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. જેને લઈને શાસક પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા હતા. જેને પગલે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત સબબનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કોંગ્રેસના લલિત વસોયા અને પ્રતાપ દૂધાત એ સમયે સરકાર વિરોધી ટિપ્પણી કરી હતી ત્યારે જવાબ આપી રહેલા નાણામંત્રી નીતિન પટેલ ઉશ્કેરાઇ ગયા હતા. બંને નેતાઓને જણાવ્યું હતું કે તમે જય સરદાર જય સરદાર બોલી સરદાર પટેલના નામે જીતી ગયા છો અને આજે ધારાસભ્ય બની ગયા છો. તમે ટોપી પહેરતા હતા અને જય પાટીદાર જય સરદારના નારા લગાવતા લગાવતા. આજે વિધાનસભામાં ધારાસભ્ય બન્યા છો માટે તમને બોલવાનો કોઇ અધિકાર જ નથી.
આ તબક્કે પરેશ ધાનાણીએ તેમના સભ્યોનો પક્ષ લેતા જણાવ્યું હતું કે, કેદી હંમેશા ટૂંકા પ્રવચન જેવા જવાબો રજૂ કરે છે. સરદાર પટેલે સૌરવ છે પરંતુ લોખંડી પુરુષ બંધારણમાં કેદ કર્યા છે. તેઓ વિધાન કરતા બંને પક્ષે દેકારો મચી ગયો હતો. પરેશ ધાનાણીએ કરેલા શબ્દો પાછા ખેંચવાની ભાજપના સભ્યોએ જીદ કરી હતી. જોકે સામે કોંગ્રેસના સભ્યોએ પણ શબ્દો પરત નહી ખેંચવા સામે રાજકીય દલીલો કરતાં હતા. આ તબક્કે વિજય રૂપાણીએ ગૃહ સમક્ષ જણાવ્યું હતું કે, સરદાર પટેલ એક અનુભવ છે અને સમગ્ર દુનિયાભરમાં સૌથી મોટી આપણે બનાવ્યું છે ત્યારે કોંગ્રેસ સરદારનું અપમાન કરે છે અને જવાબ સાંભળતા નથી. જો તમને વાંધો હોય તો પછી તમે ટીકા ટીપ્પણી કરો. દુનિયામાં સૌથી મોટો ઊંચામાં ઊંચી પ્રતિમા અમે બનાવી છે. સરદાર પટેલ લોખંડી કહેવાતા હતા અને લોકોના પ્રતિક ઉઘરાવીને આવી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પરેશ ધાનાણીએ કરેલા વિધાનના વિરોધમાં શબ્દો પાછા ખેંચવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તમારા વિધાન દરમિયાન તમે લોખંડનો ભંગાર શબ્દ કહી સરદાર પટેલનું અપમાન કર્યું છે. એટલે તમે શબ્દો પાછા ખેંચો આ તમને શોભતું નથી તેમ કહેતા બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. બીજી તરફ પરેશ ધાનાણીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જે શબ્દોનો મેં પ્રયોગ કર્યો છે તેમાં કારણો વિધાનસભા ગૃહમાં તમે ભાષણો કર્યા છે જે રેકોર્ડ ઉપર છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, પરેશભાઈએ ભંગારનો ભૂક્કો એ શબ્દ સરદારના અપમાન સમાન છે માટે તેમણે માફી માગવી પડશે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી ચાલશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ તબક્કે પરેશ ધાનાણી પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ સરકારે કર્યું છે જેને રેકોર્ડ ઉપર લાવવા માટે પ્રયાસ કરે છે. એટલું જ નહીં દાનમાં આવેલ લોખંડ હજુ પણ પડી રહી છે અને આ સરકારે ચાઈનાથી સરદાર પટેલની પ્રતિમા બનાવી દે નહીં તો શું?
અંતે અધ્યક્ષે શબ્દો પરત ખેંચવા માટે પરેશ ધાનાણીએ કહ્યું હતું પરંતુ બંને પક્ષે દેકારો અને હોહા મચી જતાં અધ્યક્ષે ગૃહને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. આમ આજે પ્રશ્નોત્તરી કાળમાં જ ભંગારનો ભુક્કો એક શબ્દ ઉપર વિધાનસભાગૃહમાં દેકારો મચ્યો હતો.