ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બિજનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ.) કોલેજ ના વિદ્યાર્થીઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ના ભાગ રૂપે પગપાળા કોલેજ થી શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે પહોચ્યા જ્યાં શ્રી અરવિંદ ના દિવ્યાંશ ની સાનિધ્ય માં વિદ્યાર્થીઓ એ શીળો ને વીરાંજલી આપી વિદ્યાર્થીઓ સમગ્ર રસ્તે મૌન રહી આતંકવાદ ના જઘન્ય કૃત્ય ને વખોડ્યું હતું.
સભા સ્થળે વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની વીરરસ ની વાતો રજુ કરી તેમજ કાશ્મીર સમસ્યા અને શહીદો ના વિવિધ પ્રસંગો યાદ કર્યા. આચાર્ય ડો, રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓ ને પગપાળા યાત્રા પહેલા વર્ગખંડ માં બે મિનીટ ના મૌન માટે આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બી બી એ કોલેજ ના યુથ કાઉન્સીલ ના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા કરવા માં આવ્યું હતું.
શ્રી અરવિંદ કેન્દ્ર ગાંધીનગર તરફ થી ડો. ચંદ્રકાંત તન્ના સાહેબ દ્વારા શીદ વીરો ને શ્રધાંજલિ આપવા સાથે શ્રી માતાજી સાથે ના ૧૯૭૧ યુદ્ધ દરમ્યાન ના સંસ્મરણો વાગોળ્યા જયારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સાથે તેઓ ને યુદ્ધ બાબતે જે સંવાદ થયો હતો.
સાથે સાથે શ્રી અરવિંદ અને શ્રી માતાજી ની અખંડ ભારત ની પરિકલ્પના તેમજ ભારત ને વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા ની નેમ ચોક્કસ આવનાર સમય માં ફળીભૂત થશે તેમ તેઓ એ જણાવ્યું હતું. ડો. જયેશ તન્ના દ્વારા પણ વિદ્યાર્થીઓ ને અભ્યાસ સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યે ની ફરજો માટે સભાન રહેવા જણાવ્યું હતું. ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કારગીલ યુદ્ધ સમય નો યોદ્ધો પરમ વીર ચક્ર વિજેતા કુલદીપસિંઘ યાદવ ની વીરતા નો પ્રસંગ તેમજ શિવાજી મહારાજ ના શોર્ય ની બાબતો રજુ કરી હતી. કાર્યક્રમ ના અંત માં ડો.આશિષ ભુવા દ્વારા અભાર પ્રસ્તાવ રજુ કરવા માં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ ની રાષ્ટ્ર પ્રત્યે ની ઊંડી લાગણી સ્પષ્ટ રૂપે જોવા મળતી હતી. અને દેશ માટે કંઈક કરી છુટવા ની તત્પરતા બળવત્તર જોવા મળતી હતી.