ફેડરેશન ઓફ હિસ્ટોરીક વ્હિકલ્સ ઓફ ઈન્ડિયા યુનેસ્કોના સહયોગની ભારતના પ્રથમ યુનેસ્કો માન્ય વૃલ્ડ હેરીટેજ સીટી અમદાવાદ શહેરના વિન્ટેજ કારના ચાહકોને ખુશ કરવા માટે તા. ૧૮ ફેબ્રુઆરીથી ગ્રાન્ડ હેરિટેજ ડ્રાઈવ- ર૦૧૯ની મજલ કાપીને તા. રર ફેબ્રુઆરી રોજ જયપુર પહોંચશે. આ વિશીષ્ટ કારમાં ૧૯૩૦થી માડીને ૧૯૮૦ સુધીની કોડીલેક, મર્સિડીઝ, એમજીસ, જગુઆર્સ ફોરણ, બ્યુઈકસ, શેવરીયલેટ, મોરીસ, ઓસ્ટીન, આલ્ફો રોમિયોઝ, ફોકસવેગન વગેરે કારનો સમાવેશ થશે. વિન્ટેજ કારનો આ કાફલો દુર્ગાપુર, ઉદેપુર, દેવગઢ, લુણી, મેધપુર, ખીમસર, સમોડે વગેરે સ્થળોએ થઈને આખરે જયપુરના રોકાશે રસ્તામાં તે વિવિધ હેરીટેજ પ્રોપર્ટીઝ ખાતે રોકાઈને હેરીટેક ટુરીઝમને પ્રોત્સાહિત કરશે. આવી પ્રથમ એફએચઆઈવી ઈવેન્ટ ધ રોયલ કલાસીસ કાર ડ્રાઈવ ટુ મૈસુરની સપ્ટેમ્બર ર૦૧૮માં શરૂઆત કરવાના આવી હતી અને તેને વિશ્વની આ પ્રકારની પ્રથમ ઈવેન્ટ તરીકે ઓળખવાના આવી હતી અને તેને વિશ્વની આ પ્રકારની પ્રથમ ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી હતી. ઉત્તર ભારતમાં યોજાનાર આ બીજી ઈન્ટરનેશનલ ઈવેન્ટ હશે જેમાં ભારતમાંથી ર૪ કાર અને ૬૦ પ્રસિધ્ધ મહાનુભવો સામેલ થશે. અને આ રેલી પણ એક યાદગાર ટુર બની રહેશે. એના પ્રસિધ્ધ ઉદ્યોગપતિઓ, આર્કિટેકટ, ડોકટર્સ અને ભારતના વિવિધ ભાગોમાંથી આવેલા વિન્ટેજ કાર ચાહકો જેમા ઉદેપુર, ડુંગરપુર, ખીમસર, જયપુર અને ગોવાના મહારાજાઓનો સમાવેશ થશે.
Home Gujarat Gandhinagar યુનેસ્કો દ્વારા માન્ય વર્લ્ડ હેરિટેજ સીટીમાંથી ૧૯૩૦થી ૧૯૮૦ સુધીની વિન્ટેજ કાર્સની રેલીનો...