બુધવારે બેંગ્લોરમાં યોજાયેલા એરો ઈન્ડિયા ૨૦૧૯ એર શોમાં ભારતીય હવાઈદળના વિમાનોએ આકાશમાં પોતાના કરતબ દેખાડ્યા હતા. આ પ્રસંગે પોતાના રાફેલ ફાઈટર પ્લેનએ પોતાના અવકાશી કરતબોથી શ્રોતાઓને સૌથી વધુ આકર્ષિત કર્યા હતા. આ સિવાય તેજસ, સુખોઈ, ધ્રુવ હેલિકોપ્ટર અને હોક સિરીઝે પણ પોતાના કરતબ બતાવ્યા હતા. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, સેના પ્રમુખ બિપીન રાવત, નેવીના એડમિરલ ચીફ સુનીલ લાંબા, હવાઈદળના ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને સુરેશ પ્રભુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.