ભારત-પાક. તણાવ ઘટાડવા તાત્કાલિક પગલા લે : સંયુક્ત રાષ્ટ્ર

620

સંયુક્ત રાષ્ટ્ર(યુએન) મહાસચિવ એન્ટોનિયો ગુટારેસે ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે કે, પુલવામામાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા હુમલા બાદ બન્ને દેશો તણાવ ઘટાડવા માટે તત્કાલિક પગલા લે. યુએનના મહાસચિવના પ્રવક્તા સ્ટીફ દુજારિકે મંગળવારે જણાવ્યું હતું કે, મહાસચિવે બન્ને પક્ષોને અતિશય સંયમ રાખવાની અને તણાવ ઘટાડવા માટે તાત્કાલિક પગલા લેવાની વાત કરી છે. જો બન્ને પક્ષો સહમત હોય તો તેઓ મધ્યસ્થતા માટે હંમેશા તૈયાર છે.  સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી મિશને મહાસચિવની સાથે બેઠક માટે અનુરોધ કર્યો છે. આ સિવાય પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રએ બન્ને દેશોની વચ્ચે તણાવ ઘટાડવા માટે પગલા લેવા જોઇએ. દુજારિકને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાની વચ્ચેની સ્થિતિને જોઇને, અમે પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષાદળો પર કરવામાં હુમલાને ધ્યાનમાં રાખીને બન્ને દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે અત્યંત ચિંતામાં છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે યુએનને પત્ર મોકલવા સંબંધી પ્રેસ રિપોર્ટ જોઇ છે. જો કે મને જાણ છે ત્યાં સુધી અમને આવો કોઈ પત્ર મળ્યો નથી.

Previous articleએરિક્સન વિવાદ : અનિલ અંબાણી દોષિત જાહેર, જેલ થવાની શક્યતા
Next articleભારત-પાકિસ્તાન આતંકવાદના મામલે એક થાય : ડોનાલ્ડ ટ્રમ્પ