દેશમાં સૌપ્રથમ કેરળ પોલીસમાં રોબોટનો સમાવેશ કરાયો

438

કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મંગળવારે ત્રિવેન્દ્રમ મુખ્યાલય ખાતે દેશનો પ્રથમ હ્યૂમનોઇડ રોબોટ કોપ બોટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેપી બોટ પોલીસ હેડક્વાર્ટરના ફ્રન્ટ ઓફિસની બહાર હાજર રહેશે. આને સબ-ઇન્સપેક્ટરનું પદ પર રાખવામાં આવ્યું છે. આ ભારતનો પ્રથમ હ્યૂમનોઇડ અને વિશ્વનો ચોથો રોબોટ છે. રોબોટનું મુખ્ય કામ ડેટા કલેક્ટ કરવાનું હશે.

હ્યૂમનોઇડ રોબોટ હેટક્વાર્ટરમાં આવનારા લોકોનું સ્વાગત કરશે અને તેમની જરૂરીયાત મુજબ તેમને અલગ-અલગ જગ્યઓ માટે જવા માટે માર્ગદર્શન આપશે.રોબોટનો ઉપયોગ ફર્સ્ટ કોન્ટેક્ટ પોઇન્ટ તરીકે કરવામાં આવશે. આના દ્વારા ડેટા કલેક્ટ કરવામાં આવશે જેથી ઓવરઓલ ક્વોલિટી અને પરફેર્મન્સમાં સુધારો કરી શકાય.

સીએમે રોબોટના ઉદ્ઘાટન બાદ જણાવ્યું હતું કે, પોલીસિંગમાં ટેક્નોલોજી સામેલ કરવા મામલે ભારતીય રાજ્યોનું નેતૃત્વ કરી રહેલી કેરળ પોલીસ હ્યૂમનોઇડ રોબોટને લાવીને ઇતિહાસ રચશે.

Previous articleબેંગ્લોર એરો ઈન્ડિયા ૨૦૧૯ : રાફેલ છવાયું
Next articleતમિલનાડુમાં દ્રમુક અને કોંગ્રેસનું  ગઠબંધન : સાથે ચૂંટણી લડશે